તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:કોરોનાના પોઝિટિવ રિપોર્ટ આપવા બદલ બ્લુક્રોસ લેબોરેટરી વિવાદમાં

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્લુક્રોસમાં પોઝિટિવ આવેલ અન્ય લેબમાં નેગેટિવ આવતા કલેક્ટરને રજુઆત

નડિયાદના વીકેવી રોડ પર આવેલ મંગલતિર્થ એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેન્દ્ર એન. ભટ્ટે જિલ્લા કલેક્ટરને કરેલ ફરિયાદમાં જણાવ્યું છેકે તેઓના સસરા ને હાર્ટ ની બિમારી હોઇ મહાગુજરાત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યા હતા. જેમનું બાયપાસ ઓપરેસન 5 મેના રોજ નક્કી કરાયેલ હોઇ તેઓનો કોરોના આરટીપીસીઆર રિપોર્ટ 3 મેના રોજ બ્લૂ ક્રોસ લેબોરેટરી માં કરાવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે ધર્મેન્દ્રભાઇના સસરાને કોરોનાના કોઇ લક્ષણો દેખાતા ન હોઇ તેઓએ 4 મેના રોજ એન.ડી.દેસાઇ હોસ્પિટલ ખાતે ટેસ્ટીંગ કરાવ્યું હતું. જે રિપોર્ટ બીજા દિવસે નેગેટિવ આવ્યો હતો. આવી જ ઘટના 10 દિવસ પહેલા તેમના ભાઇ સાથે પણ બની હતી. તેમનો પણ રિપોર્ટ પહેલા દિવસે બ્લૂ ક્રોસ માં પોઝિટિવ અને બીજા દિવસે એન.ડી. દેસાઇમાં નેગેટિવ આવ્યો હતો.

જેથી તેઓએ જિલ્લા કલેક્ટરને ફરીયાદ કરી યોગ્ય પગલાં ભરવા રજુઆત કરી છે. આજ પ્રકારની બીજી ઘટના શહેરના ભાર્ગવ પટેલ નામના વ્યક્તિ સાથે પણ બની. ભાર્ગવે તા.19 એપ્રિલે બ્લુ ક્રોસ લેબમાં પોતાનો કોરોના RTPCR ટેસ્ટ કરાવ્યો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતા જ ભાર્ગવ ડિપ્રેશનમાં આવી ગયા હતા, પરંતુ બીજા દિવસે અર્બન હેલ્થ સેન્ટરમાં રિપોર્ટ કરાવતા તે નેગેટીવ આવ્યો હતો. જે બાદ વધુ એક રિપોર્ટ એન.ડી.દેસાઇમાં કરાવતા તે નેગેટીવ આવ્યો હતો. આમ માત્ર બ્લુ ક્રોસમાં પોઝિટિવ અને અન્ય તમામ જગ્યાઓ પર નેગેટિવ રિપોર્ટ આવતા આ લેબોરેટરીની કામગીરી પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...