• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Enthusiastic Voting In The Afternoon In The By elections Of 16 Seats Of Palika, Taluka And District Panchayat In Kheda District.

પેટાચૂંટણી:ખેડા જિલ્લામાં પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની 16 બેઠકોની પેટા ચૂંટણીમાં બપોર બાદ ઉત્સાહી મતદાન

નડિયાદ24 દિવસ પહેલા
  • શરૂઆતમાં ધીમી ગતીએ ચાલતું મતદાન બપોર બાદ વધ્યું
  • સવારે પાલિકામાં મતદારો નિરસ જોવા મળ્યા હતા

ખેડા જિલ્લામાં પાલિકા તાલુકા અને જિલ્લા પંચાયતની 16 બેઠકો પેટા ચૂંટણી માટે રવિવારે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાનનો ઉત્સાહ સવારથી જોવા મળ્યો હતો. તો આ તરફ પાલિકાની ચૂંટણી માટે સવારના સમયે મતદારો નીરસ જોવા મળ્યા હતા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ મતદારો મતદાન કેન્દ્રોમાં આવતાં ગયા હતા. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતની એક બેઠક પર 33.73 ટકા તાલુકા પંચાયતની 4 બેઠકો માટે 57.79 ટકા અને પાલીકા માટે 48.81 ટકા મતદાન જોવા મળ્યું છે.

ખેડા જિલ્લા પંચાયતની વાંઘરોલી બેઠક પરની પેટાચૂંટણીમાં કુલ 23 હજાર 672 મતદારો પૈકી બપોરે 3 વાગ્યા સુધી 7984 મતદારોએ મતદાન કર્યું છે. જેમાં 4589 પુરૂષ મતદારો અને 3395 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આ સાથે આ સમયગાળા દરમિયાન કુલ 33.73 ટકા મતદાન થયું છે. અહીંયા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મળી 3 ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ છે.

ખેડા જિલ્લાની 3 તાલુકા પંચાયતની 4 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં નડિયાદ તાલુકા પંચાયતની જાવોલમાં કુલ 5068 મતદારો પૈકી બપોરે 3 વાગ્યા સુધી 3291 મતદારોએ મતદાન કર્યું છે. જેમાં 1835 પુરૂષ અને 1456 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આ સાથે આ સમયગાળામાં કુલ 63.26 ટકા મતદાન થયું છે.

માતર તાલુકા પંચાયતની ભલાડામાં કુલ 5838 મતદારો પૈકી બપોરે 3 વાગ્યા સુધી 3322 મતદારોએ મતદાન કર્યું છે. જેમાં 1931 પુરૂષ અને 1391 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આ સાથે આ સમયગાળામાં કુલ 56.90 ટકા મતદાન થયું છે.

માતર તાલુકા પંચાયતની મહેલજમાં કુલ 4715 મતદારો પૈકી બપોરે 3 વાગ્યા સુધી 3017 મતદારોએ મતદાન કર્યું છે. જેમાં 1606 પુરૂષ અને 1411 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આ સાથે આ સમયગાળામાં કુલ 63.99 ટકા મતદાન થયું છે.

ખેડા તાલુકા પંચાયતની રઢુમાં કુલ 5151 મતદારો પૈકી બપોરે 3 વાગ્યા સુધી 2451 મતદારોએ મતદાન કર્યું છે. જેમાં 1383 પુરૂષ અને 1068 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આ સાથે આ સમયગાળામાં કુલ 47.58 ટકા મતદાન થયું છે. આમ એક અંદરે તાલુકા પંચાયતની આ તમામ બેઠકોમાં આ સમયગાળામાં કુલ 57.79 ટકા મતદાન થયું છે.

ખેડા અને ડાકોર નગરપાલિકાની ખાલી પડેલ બેઠકો માટે મતદાન પણ આજે થયું છે. જેમાં ખેડા નગરપાલિકાની વોર્ડ નંબર 1 કુલ બે બેઠકો માટે કુલ 2930 મતદારો છે. જેમાંથી બપોરે 3 વાગ્યા સુધી 1971 મતદારોએ મતદાન કર્યું છે. આ પૈકી 1056 પુરૂષ અને 915 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.

આ સાથે આ સમયગાળા દરમિયાન 67.27 ટકા મતદાન થયું છે. ખેડા વોર્ડ નંબર 6માં 1 બેઠક માટે કુલ 3278 મતદારો છે. જેમાંથી બપોરે 3 વાગ્યા સુધી 1949 મતદારોએ મતદાન કર્યું છે. આ પૈકી 1030 પુરૂષ અને 919 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આ સાથે આ સમયગાળા દરમિયાન 59.46 ટકા મતદાન થયું છે.

ડાકોર નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો, ડાકોર વોર્ડ નંબર 1માં 1 બેઠક માટે કુલ 2930 મતદારો છે. જેમાંથી બપોરે 3 વાગ્યા સુધી 1292 મતદારોએ મતદાન કર્યું છે. આ પૈકી 628 પુરૂષ અને 564 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આ સાથે આ સમયગાળા દરમિયાન 40.68 ટકા મતદાન થયું છે.

ડાકોર વોર્ડ નંબર 4માં 2 બેઠકો માટે કુલ 3282 મતદારો છે. જેમાંથી બપોરે 3 વાગ્યા સુધી 1327 મતદારોએ મતદાન કર્યું છે. આ પૈકી 721 પુરૂષ અને 606 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આ સાથે આ સમયગાળા દરમિયાન 40.43 ટકા મતદાન થયું છે.

ડાકોર વોર્ડ નંબર 6માં 1 બેઠક માટે કુલ 2858 મતદારો છે. જેમાંથી બપોરે 3 વાગ્યા સુધી 951 મતદારોએ મતદાન કર્યું છે. આ પૈકી 519 પુરૂષ અને 432 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આ સાથે આ સમયગાળા દરમિયાન 33.28 ટકા મતદાન થયું છે.

ડાકોર વોર્ડ નંબર 7માં કુલ 4 બેઠકો માટે કુલ 2283 મતદારો છે. જેમાંથી બપોરે 3 વાગ્યા સુધી 1182 મતદારોએ મતદાન કર્યું છે. આ પૈકી 636 પુરૂષ અને 546 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આ સાથે આ સમયગાળા દરમિયાન 51.77 ટકા મતદાન થયું છે. આમ આ બન્ને નગરપાલિકામાં કુલ 11 બેઠકો માટે બપોરે 3 વાગ્યા સુધી કુલ 48.81 ટકા મતદાન થયું છે.

75 મતદાન મથકો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહ્યો

ખેડા જિલ્લામાં 16 બેઠકો માટે રવિવારે ચાલી રહેલ ચૂંટણી મતદાન પ્રક્રિયામાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત છે. આ સાથે કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પણે પાલન કરવામાં આવી રહ્યું છે. મતદારોને મતદાન કેન્દ્રોમાં પ્રવેશતા સાથે જ હાથ સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે. 75 મતદાન મથકો પર આ પ્રકારની સુવિધા તંત્ર એ ગોઠવી છે.

અન્ય સમાચારો પણ છે...