તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નડિયાદના અકસ્માત કેસમાં યુવતી સામે જ ગુનો નોંધાયો, ઇરાદાપૂર્વક અકસ્માત કર્યાની રજૂઆત

નડિયાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

નડિયાદ શહેરના જવાહરનગર પાસે શુક્રવારે અકસ્માતના બનાવને લઇને રાજકીય ગરમાવો આવી ગયો છે. પૂર્વ કોર્પોરેટરની બહેને અકસ્માતના મામલે ઇરાદાપૂર્વક અકસ્માત કર્યો હોવાનો આક્ષેપ જેની ઉપર કર્યો હતો, તેમણે શુક્રવારે પૂર્વ કોર્પોરેટરની બહેન સામે જ ગુનો નોંધાવતા, સમગ્ર મામલામાં ટ્વિસ્ટ આવ્યો છે. નડિયાદ શહેરના જવાહરનગર રોડ પર ગુરૂવારે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં પૂર્વ કોર્પોરેટરની પિતરાઇ બહેન કિરણ રાજુભાઇ સચદેવે આ અકસ્માત ગિરીશ દાદલાણી નામના શખ્સે ઇરાદાપૂર્વક કર્યો હોવાનો આક્ષેપ કરી, આ મામલે નડિયાદ શહેર પોલીસ મથકે રજૂઆત કરી હતી.

જોકે, શુક્રવારે ગિરીશ અર્જુનદાસ દાદલાણીએ આ મામલે કિરણ રાજુભાઇ સચદેવ સામે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, માત્ર ગાડીના કાચ ઘસાયા બાદ કિરણે તેમની ગાડીને પહેલાં પાછળથી ટક્કર મારી હતી અને બાદમાં આગળથી પણ ગાડીને ટક્કર મારી હતી. જોકે, લોકો એકઠા થઇને મારશે તે બીકે ગિરીશભાઇ કારમાંથી નીચે ઉતર્યા ન હતા. હાલમાં આ મામલે શહેર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો