તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:ઠાસરામાં કોરોનાગ્રસ્ત મૃતદેહને સ્મશાનમાં રઝળતો મૂકી દેવાયો

નડિયાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મૃતકને પીપીઈ કીટ વિના જ મૂકી દેવાતા તંત્ર સામે રોષ
 • અંતિમરથ પાછળ સેનેટાઈઝરની વ્યવસ્થા કરાઈ નહોતી

સમગ્ર રાજ્યમાં કોરોના નો વાવડ બેકાબૂ બન્યો છે ત્યારે ખેડા જિલ્લો પણ કોરોના ના વધતા કેસોમાં ઘણો આગળ વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કોરોના અગાઈડ લાઈન નો અમલ કરવાની વાત સૌ કરે છે. પરંતુ ખુદ તંત્ર કોરોના ની ગાઈડલાઈન ભૂલતું હોય તેવી ગંભીર બેદરકારી ઓ સામે આવી રહી છે. મંગળવારે રાત્રે ઠાસરા થી નડિયાદ કોરોના ગ્રસ્ત દર્દીનો મૃતદેહ અંતિમ વિધિ માટે લાવવમાં આવ્યો હતો. જે મૃતદેહ જે પ્રકારની સ્થિતિમાં લાવવામાં આવ્યો તેને લઈને ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

ઠાસરા આરોગ્ય કેન્દ્ર સ્ટાફ આ કોરોના ગ્રસ્ત દર્દી ના મૃતદેહને પીપીઇ કીટ ને બદલે પ્લાસ્ટિકમાં લપેટીને લાવ્યો હતો, મૃતદેહ જે મોક્ષ રથ માં લાવવામાં આવ્યો હતો તે મોક્ષ રથ પણ ખુલ્લી બોડીનો હતો. જેના કારણે ઠાસરા થી નડિયાદ આવતા દરમિયાન સમગ્ર રસ્તામાં જાણતાં કે અજાણતાં આ લોકો કોરોનાના સંક્રમણને ફેલાવતા આવ્યા હોવાની ગંભીર બાબત સામે આવી છે.

સરકારી ગાઇડલાઇન મુજબ કોરોના ગ્રસ્ત દર્દી ના મૃતદેહને જ્યારે અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવે ત્યારે મુદ્દે ના વાહનની પાછળ તેની સેનેટાઇઝ કરતો ફાયરબ્રિગેડનું વાહન હોવુ જરૂરી છે. પરંતુ ઠાસરા થી નડિયાદ લવાયેલા મૃતદેહની સાથે ન તો સેનીટાઇઝેશનની વ્યવસ્થા હતી, ન તો તેની સાથે પોલીસ બંદોબસ્ત હતો. આમ ઠાસરા આરોગ્ય અને વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.

મૃતદેહ યોગ્ય રીતે જ પેક કરાયો હતો સબવાહિની પણ સેનિટાઈઝ કરાઈ હતી
આ બાબતે ઠાસરા આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર યસ રાઠોડે જણાવ્યું હતું કે જે મૃતદેહ નડિયાદ મોકલવામાં આવ્યો તેને પી પી ઈ કીટ પહેરાવ્યા બાદ તેના પર પ્લાસ્ટિક નું રેપરીગ કરવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારે કોરોના નું સંક્રમણ બહાર ફેલાય નહીં તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. મૃતદેહની સાથે સ્ટાફ ગયો હતો તેણે પણ પીપીઇ કીટ પહેરી હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ બંદોબસ્ત સાથે ન હોવા બાબતે તેઓએ ઉચ્ચ અધિકારી પાસે થી મળેલ સૂચના મુજબ ની કામગીરી કરી હોવાનું જણાવ્યું હતું. - ડો.યશ રાઠોડ, ઠાસરા

સેનિટાઇઝેશન માટે સૂચના આપી હતી તપાસ કરાવી લઉં છું
સમગ્ર બાબતે ચીફ ઓફિસર સાવન ભાઈ સાથે ચર્ચા કરતા તેઓએ જણાવ્યું હતું કે અમે ફાયર બ્રિગેડને તમામ યોગ્ય કાર્યવાહી કરવા જાણ કરી હતી. જોકે સેનીટાઇઝેશન ની કામગીરી યોગ્ય રીતે થઈ હતી કે કેમ તે બાબતે હું તપાસ કરાવી લઈશ. - ચીફ ઓફિસર, ઠાસરા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો