તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજનીતિ:ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વરમાં અનેક લોકો આપમાં જોડાતા રાજકીય ગરમાવો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2022માં તમામ 182 બેઠક પર ચૂંટણી લડવાની આપે કરી છે જાહેરાત

ગુજરાતમાં આગામી 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેમાં બહુ મોટા ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. બે મોટા પક્ષની સાથે સાથે ધીમે ધીમે ત્રીજો મોટો પક્ષ આપનો પગ પેસારો થઈ રહ્યો છે. ખેડા જિલ્લામાં આપ પાર્ટીનું વર્ચસ્વ વધ્યું છે. આ સાથે ઠાસરા અને ગળતેશ્વર પંથકમાંથી બહોળી સંખ્યામાં લોકો આપ પક્ષમાં જોડાતાં વાતાવરણ ગરમાયું છે.

દિલ્હી જેવી ફ્રી સુવિધા જેવીકે ફ્રી વિજળી, ફ્રી પીવાનું પાણી, ફ્રી શિક્ષણ તથા વહીવટી પારદર્શિતા, પ્રજાલક્ષી કાર્યો સંપન્ન કરવા તેમજ આમ આદમી પાર્ટીનો 2022ની વિધાનસભાની ચુંટણીમાં બહુમત મેળવવા મેદાનમાં ઉતરી છે. જેના કારણે આ પક્ષનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

ઠાસરા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અમદાવાદના હરિશ કોઠારી, આપના ઓબઝર્વર વિજય આચાર્ય, ખેડા જિલ્લા મહા મંત્રી સમીર પઠાણ સાથે એક બેઠક મળી હતી. જેમાં ડાકોર શહેર અને ઠાસરા તેમજ ગળતેશ્વરના કાર્યકર્તાઓ ઘ્વારા જન સંવેદના યાત્રાનો કાર્યકમ ગુજરાતના દરેક નગરોમાં કરવા આ બેઠક યોજવામાં આવી રહી છે. આ બેઠક દરમિયાન આ પંથકના હજારો લોકો બહોળી સંખ્યામાં આપ પક્ષમાં જોડાયા હતા. આમ અહીંયા વાતાવરણ ગરમાતા ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...