અસ્થિર મગજના પુત્રનો હુમલો:પાલૈયામાં પુત્રએ માતાને ધારિયું મારતા ત્રણ ઇંચ ઉંડુ ગળું ચિરાયું

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અસ્થિર મગજના પુત્રના હુમલા બાદ માતા સારવાર હેઠળ

નડિયાદ તાલુકાના પાલૈયામાં અસ્થિર મગરના પુત્રએ માતાને ધારિયાના ઘા મારી દીધા હતા. ઘટના મામલે ચકલાસી પોલીસ દ્વારા આરોપી પુત્રની અટક કરીને તેને તબીબી પરીક્ષણ અને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. હાલમાં પુત્રના હુમલાથી ગંભીર રીતે ઘવાયેલી માતા સારવાર હેઠળ છે.

પાલૈયામાં ખોડિયાર માતાના મંદિર પાસે ગણેશપુરામાં રહેતા છત્રસિંહ ગોરધનભાઇ ગોહેલ પોતાના પત્ની સીતાબેન અને પુત્ર અલ્પેશ (ઉ.વ.22) સાથે રહે છે. શનિવારે છત્રસિંહભાઇ કરિયાણું લેવા માટે ગયા હતા. તેઓ ઘરે પરત આવ્યા ત્યારે પત્ની સીતાબેન જમીન પર ફસડાયેલા હતા અને તેમને ગળાના ડાબા ભાગે ફંડો ચીરો હતો. જ્યારે નજીકમાં ઉભેલા પુત્ર અલ્પેશના હાથમાં ધારિયું હતું. અલ્પેશે કરેલા હુમલાને કારણે સીતાબેન બેભાન થઇ ગયા હતા. તુરંત જ 108 એમ્બ્યુલન્સ વાનને જાણ કરવામાં આવતાં સીતાબેનને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ મામલે ફરિયાદના આધારે પોલીસે ધારિયાથી હુમલો કરનાર અલ્પેશ સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...