તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મનિર્ભર:નડિયાદમાં મહિલાઓ પગભર બને તે હેતુથી રૂની દિવેટ બનાવવાની ટ્રેનીંગ અપાઈ

નડિયાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલાઓને આત્મનિર્ભર બનવા ટ્રેનિંગ અપાઇ - Divya Bhaskar
મહિલાઓને આત્મનિર્ભર બનવા ટ્રેનિંગ અપાઇ
  • નડિયાદમાં પ્રજાપતિની વાડી ખાતે કરાયું આયોજન
  • ટ્રેનિંગમાં પણ મહિલાઓને વળતર અપાયું

આપણાં દેશમાં શિક્ષિત મહિલાઓ તો આગળ આવી રહી છે, પરંતુ ગામડામાં હજી પણ મહિલાઓ આત્મનિર્ભર નથી બની શકી જે હેતુસર કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ મહિલાઓને પગભર બનાવવાનું કામ કરી રહી છે. નડિયાદમાં આ અંગે એક ટ્રેનીંગનું આયોજન કરાયું હતું.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વરીયા પ્રજાપતિની વાડી ખાતે યોજાયેલા આ ટ્રેનીંગમાં મહિલાઓ ઘરકામની સાથે સાથે ગૃહઉદ્યોગ ચલાવી સ્વરોજગારી મેળવી શકે છે તેમ સમજાવવામાં આવ્યું હતું. સાથે સાથે રૂની દિવેટ બનાવવાની ટ્રેનીંગ વિનામૂલ્યે આપવામાં આવી હતી. જેમાં 100 જેટલી મહિલાઓએ લાભ લીધો હતો.

રૂની દિવેટો બનાવવાની અપાઇ ટ્રેનિંગ
રૂની દિવેટો બનાવવાની અપાઇ ટ્રેનિંગ

ખાસ બાબત તો એ છે કે આ રૂની દિવેટો બનાવી તેઓને તેનું વળતર પેટે કિલોએ 100 રૂપિયા પણ આપવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય સેવા સમિતિ ખેડા દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુસર આ ટ્રેનીંગ આપવામાં આવી છે. સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્રસિંહ રાજપૂતના માર્ગ દર્શન હેઠળ રાજ્યના અનેક સ્થળોએ આવી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.

નડિયાદમાં યોજાયેલ આ ટ્રેનીંગ કાર્યક્રમના સમાપન સમારોહમાં ખેડા જિલ્લાના સંગઠન મંત્રી હિંયાશુ દેસાઈ, અધ્યક્ષ સોનલ ભીમાણી, પ્રજાપતિ સમાજના પ્રમુખ પ્રેમજી ભીમાણી, પ્રભા સાપરા તેમજ સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર દેશના સ્વપ્નને સાર્થક કરવા આવી સંસ્થાઓએ આગે કૂચ કરી છે.

અન્ય સમાચારો પણ છે...