તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:નડિયાદમાં 18 પાલિકા કર્મીની એકાએક બદલી, પાલિકામાં ઘણા કર્મીઓ વર્ષોથી એક જ જગ્યા પર કામ કરી રહ્યા હોઇ લોકોની ફરિયાદો હતી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ નગરપાલિકામાં 18 કર્મચારીઓની સાગમટે બદલીની ઐતિસાહિક ઘટના બની છે. આજે મોડી સાંજે અચાનક જુદા જુદા વિભાગના 18 કર્મચારીઓની બદલીના ઓર્ડર થયા હતા.સાગમટે બદલીમાં સૌથી પ્રથમ નામ મયંકભાઇ દેસાઇનું છે, જેઓ ઇ.ચાર્જ ટેક્સ સુપ્રિટેન્ડન્ટ હતા, જ્યાંથી તેમને શહેરના પૂર્વ વિભાગમાં સેનેટરી ઇન્ચાર્જ તેમજ ટેક્સ વિભાગના ક્લાર્ક તરીકે ફરજ આપી છે. અત્રે મહત્વની વાત એ છેકે મયંક દેસાઈ એ વ્યક્તિ છે જેણે નગર પાલિકા ટેક્સ વિભાગમાં ચાલતા કૌભાંડમાં ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બીજો નંબર દેવેન્દ્રભાઈ પટેલનો આવે છે જેઓને સર્વે વિભાગમાંથી પશ્ચિમ વિભાગના સેનેટરી ઇ.ચાર્જ બનાવવામાં આવ્યા છે.

દેવેન્દ્રભાઈએ તાજેતરમાં નગરપાલિકા હસ્તકની દુકાનોનું ગેરકાયદેસર થયેલ રીનોવેશન કામગીરી સામે પગલાં ભર્યા હતા. ત્યારબાદ રાજન પંડ્યાને સેનેટરી વિભાગમાંથી ઈ.ચાર્જ ભાડા કલાર્ક, સર્વે વિભાગ, રાજુભાઇ એસ.પટેલ સ્ટોર-સર્વે વિભાગમાંથી હાલની કામગીરી ઉપરાંત ભાડા કલાર્ક કામગીરી સોંપવામાં આવી છે. વિરેનભાઈ દેસાઇને સર્વે વિભાગમાંથી તમામ બાગ બગીચા સુપર વિઝન, દિપકભાઇ રાવને સેનેટરી વિભાગમાંથી મહેકમ વિભાગ, મુકેશભાઈ રાણાને ટેક્સ રિકવરી વિભાગમાંથી મહેકમ વિભાગ, અશોકભાઇ રાવને સેનેટરી વિભાગમાંથી તમામ હાજરી સેન્ટરની હાજરી ચેક કરવા તેમજ ડોર ટુ ડોર, રાત્રી સફાઈ જોવાની કામગીરી સોંપવામાં આવી છે.

નોયલ ગ્રાન્ડીને ટેક્સ રિકવરી વિભાગમાંથી મેલેરીયા ઓફિસ સુપર વિઝન, નિકુંજ ભાઈ શેઠને ટેક્સ રિકવરી વિભાગમાંથી ભાડા વસુલાતની કામગીરી, વિનયભાઇ ઠાકોરને જન્મ મરણ વિભાગ માંથી ટેક્સ રિકવરી વિભાગ, મિતેશભાઇ પટેલને ટેક્સ રિકવરી વિભાગમાંથી વ્યવસાય વેરા વિભાગ, અનુજભાઇ પટેલને કેસ વિભાગમાંથી ટેક્સ રિકવરી વિભાગ, મુકેશભાઇ પટણીને એકાઉન્ટ વિભાગમાંથી હાલની કામગીરી ઉપરાંત ઈ.ચાર્જ ઓડિટરનો ચાર્જ સંભાળવા જણાવાયું છે.

ઉપરાંત હર્ષદભાઈ ગઢવી સર્વે વિભાગમાંથી દબાણ વિભાગ, જીગ્નેશભાઇ પટેલને સેનેટરી વિભાગનામાંથી દબાણ વિભાગ અને અમીતભાઇ પટેલને ફાયર બ્રિગેડ વિભાગમાંથી દબાણ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે.

થોડો બદલાવ થાય તો કામ સારા થશે
નડિયાદ નગર પાલિકામાં ઘણા કર્મચારીઓ વર્ષોથી એકની એક જ જગ્યા પર કામ કરી રહ્યા છે. નગર પાલિકાની કામગીરી બાબતે ઘણા લોકો પાસેથી ફરિયાદો આવી રહી હતી. જેના કારણે આ પગલુ ભરવું અનિવાર્ય હતુ. આ બદલાવથી કામગીરીમાં જરૂર ફરક આવશે. - રંજનબેન વાઘેલા, પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...