નડિયાદમાં દુર્ઘટના:જય મહારાજ સોસાયટીમાં દિવાની આંચને પતંગનું સોલ્યુશન અડકી જતાં આખું ઘર સળગ્યું, યુવતી સહિત બે બાળકી દાઝી

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નડિયાદ શહેરની જય મહારાજ સોસાયટીમાં આજે સાંજના સમયે આગ લાગતાં ઘરમાં મહિલા સહીત બે બાળકો દાઝ્યા હતા તેમજ ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઇ જતા ભારે નુકસાન થવા પામ્યું હતું. - Divya Bhaskar
નડિયાદ શહેરની જય મહારાજ સોસાયટીમાં આજે સાંજના સમયે આગ લાગતાં ઘરમાં મહિલા સહીત બે બાળકો દાઝ્યા હતા તેમજ ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઇ જતા ભારે નુકસાન થવા પામ્યું હતું.
  • ટીવી, સોફા સહીત ઘરવખરી બળીને ખાખ

નડિયાદ શહેરની જય મહારાજ સોસાયટીમાં આજે સાંજના સમયે આગની ઘટના બની. આગની જ્વાળામાં એક યુવતી સહિત બે નાની બાળાઓને દાઝી જવાના કારણે ઇજા પહોચી છે. બીજી તરફ આગ એટલી તો વિકરાળ બની હતી કે થોડી જ વારમાં સમગ્ર ઘટ આગની ઝપેટમાં આવી જતા તમામ ઘર વખરી સળગીને ખાખ થઈ ગઈ હતી.

મુળ બિહારના પરંતુ નડિયાદમાં સ્થાયી થયેલા કંસારા પરિવાર જનો પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઘરમાં જ પતંગનો વ્યવસાય ચાલતો હોવાથી ઘરની મહિલાઓ આજે સાંજે પતંગ બનાવી રહી હતી. સાંજનો સમય હોઈ સેવા પુજા કરી દીવો સળગાવ્યો હતો. તે દિવાની જોળ અચાનક પવનને કારણે પતંગ બનાવવાના સોલ્યુશનને અડકી જતા જોરદાર આગ લાગી હતી. જે રૂમમાં પતંગ બનાવવાનું કામ ચાલુ હતુ, ત્યાં ચારેબાજુ પતંગ અને પતંગ બનાવવાની સામગ્રી રાખેલી હોય ગણતરીના સમયમાં આગે જોરદાર સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ.

આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ઘરમાં કામ કરી રહેલી 22 વર્ષીય સપના 8 વર્ષની વર્ષા અને 10 વર્ષની રીમઝીમને લઈને બહાર ભાગે તે પહેલા જ બંને બાળકોને હાથ અને પગના ભાગે આગની જ્વાળા લાગી ગઈ હતી. જોકે સારી બાબત એ રહી કે ત્રણે વ્યક્તિઓને આગથી સામાન્ય નુકસાન થયું છે. જોત જોતામાં આગે સમગ્ર ઘરને બાનમાં લઇ લીધુ હતુ, જેના કારણે ઘરમાં રહેલ ટીવી, સોફા, પંખા, સહીતની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટના અંગે નડિયાદ ફાયર બ્રિગેડને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે દાજી ગયેલા ત્રણેય વ્યક્તિ ઓે 108 મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...