તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વૈચ્છિક લોકડાઉન:નડિયાદમાં બપોર 4 વાગ્યે લદાયેલા સ્વૈચ્છિક લોકડાઉનમાં 5 વાગ્યે બજાર બંધ થયા

નડિયાદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાંજે શહેરના મુખ્ય માર્ગો પર ચહલપહલ ઓછી જોવા મળી

નડિયાદમાં વકરેલા કોરોનાએ સૌના હાલ બે હાલ કરી દીધા છે. ત્યારે લોકડાઉન એકમાત્ર વિકલ્પ રહ્યો છે. સરકારે નડિયાદ શહેરમાં રાત્રિ કરફ્યુનો અમલ કરી દીધો છે. ત્યારે આજથી બપોર બાદ નડિયાદ નગરપાલિકાએ અપીલ કરેલ સ્વૈચ્છિક લોકડાઉનને સારો પ્રતિસાદ મળ્યો છે. જોકે પ્રથમ દિવસે જે સમય હતો તેના એક કલાક બાદ બજારો બંધ થયા હતા. સમી સાંજે શહેરના મુખ્ય માર્ગો પર ચહલપહલ ઓછી જોવા મળી હતી.

ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં દિવસને દિવસે કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. જેને કાબુમાં લાવવા એકમાત્ર લોકડાઉન વિકલ્પ છે. ત્યારે પાલીકા તંત્રએ આપેલ સ્વૈચ્છિક લોકડાઉનનો આજથી અમલ શરૂ થઈ ચૂક્યો છે. બપોર બાદ એટલે કે બપોરે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી સ્વૈચ્છિક લોકડાઉન અને તે બાદનો સમય કરફ્યુનો હોવાથી લોકોને ઘરમાં રહેવા અપીલ કરાઈ છે. ગુરુવારથી નડિયાદમાં સ્વૈચ્છિક લોકડાઉન અપાયું છે.

જોકે આજે પ્રથમ દિવસે બપોરના 4 ના બદલ 5 વાગ્યે સ્વેચ્છાએ બજારો બંધ થવા લાગ્યા હતા. બપોર બાદ દુકાનદારોએ પોતાના ધંધા આટોપી લીધા હતા. આ સ્વૈચ્છિક લોકડાઉન આગામી 10 દિવસ સુધી રહેશે. જેનું પાલન કરવા પાલિકા તંત્રએ અપીલ કરી છે. નગરજનોએ બપોર બાદ પોતાના વેપાર ધંધા બંધ કરી આ લોકડાઉનમાં જોડાયા છે. નડિયાદ શહેરના સ્ટેશન રોડ, સંતરામ રોડ, કોલેજ રોડ, મીલ રોડ, કપડવંજ રોડ, ગંજ બજાર વિસ્તાર, સિંધી માર્કેટ, ડભાણ ભાગોળ સહિત પશ્ચિમના વિસ્તારોમાં વેપાર ધંધા સ્વેચ્છીક રીતે બંધ થયા છે.

વસોના ગંગાપુરમાં લોકડાઉન જાહેર કર્યું

વસોના પીજ બાદ હવે ગંગાપુર ગામના ગ્રામજનોએ લોકડાઉન જાહેર કર્યું છે. 7 એપ્રિલથી 11 એપ્રિલ સુધી લોકડાઉન લાદવામાં આવ્યું છે. જેમાં ગામના ધંધાર્થીઓ સવારના 8 થી 10ના સમયમાં જ ધંધો વેપાર કરી શકશે. તે સમય બાદ સંપૂર્ણ બંધ રાખવા પંચાયતે અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો