તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નડિયાદમાં કચરાપેટીઓની આસપાસની ગંદકી સાફ કરાઈ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગર પાલિકા ભંગાર થયેલી કચરાપેટીનો નિકાલ કરાશે

નડિયાદ નગરમાં કચરાપેટીઓ જ કચરો બની હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થતા જ પાલિકાનો સેનેટરી વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. ગત રોજ કન્ટેઈનરોની દયનીય હાલત અને અનેક વિસ્તારોમાં કન્ટેઈનરોની આસપાસ ફેલાતી ગંદકી બાબતે સમાચાર થયા બાદ પાલિકા પ્રશાસન દ્વારા શહેરમાં મુકાયેલા તમામ કન્ટેઈનરોની આસપાસ થયેલી ગંદકી સાફ કરી ત્યાં ફોગિંગ કરાયુ છે.

શહેરના મીલ રોડ, મંજીપુરા રોડ, એસ.આર.પી. વિસ્તાર, મીશન રોડ, શીતલ ગ્રાઉન્ડ સામે, મરીડા ભાગોળથી કબ્રસ્તાન ચોકડી સુધીના રોડ પર મુકાયેલા કન્ટેઈનરોની આસપાસની તમામ ગંદકીની સફાઈ કરાઈ છે. તેમજ ફોગિંગ પણ કરાયુ છે.

સેનેટરી અધિકારી જશભાઈ મકવાણાએ જણાવ્યુ હતુ કે, નડિયાદને સ્વચ્છ રાખવા માટે પૂરતા પ્રયત્ન ચાલી રહ્યા છે. જ્યાં પણ ગંદકી કે સેનેટરીને લગતી સમસ્યા ધ્યાને આવશે, ત્યાં તાત્કાલિક અસરથી કાર્યવાહી થશે. તેમણે જણાવ્યુ હતુ કે, પાલિકા સંકુલમાં ભંગાર થયેલા કન્ટેઈનરોનો પણ નિકાલ કરવાની તજવીજ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...