તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વચ્છતાનું પ્રમાણપત્ર:નડિયાદમાં સ્વચ્છતા કેટેગરીમાં કલેક્ટર ઓફિસ પ્રથમ સ્થાને રહી

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જુદી જુદી છ કેટેગરીમાં સ્પર્ધા યોજવામાં આવી હતી

નડિયાદ પાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શહેરની હોસ્પિટલ, શાળા અને માર્કેટ વિસ્તારને સ્વચ્છતા માટે પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. નડિયાદ પાલિકાના દ્વારા સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધા એવોર્ડ 2021 ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં નડિયાદ શહેરમાં આવેલી શાળાઓ, હોટલ, હોસ્પિટલ,સોસાયટી, શેરી - મહોલ્લા, માર્કેટ તેમજ સરકારી કચેરીનું સર્વેક્ષણ કરીને સ્વચ્છતા રેન્કીંગ અંતર્ગત પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. શાળાની કેટેગરીમાં શ્રી સંતરામ ઇંગ્લીશ મિડીયમ સ્કુલ,નોલેજ સ્કુલ તેમજ સંતઅન્ના સ્કુલને, હોસ્પિટલની કેટેગરીમાં સિવિલ હોસ્પિટલ, સંતરામ ચિકિત્સાલય, શૈશવ હોસ્પિટલ તેમજ કેર જનરલ હોસ્પિટલને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. શહેરના સરવૈયા મહોલ્લા, વ્યાસ ફળિયું તેમજ વડ ફળિયાને શેરી- મહોલ્લાની કેટેગરીમાં પસંદ કર્યા હતા.

સરકારી કચેરીઓમાં પ્રથમ સ્થાને કલેક્ટર કચેરી, દ્વિતીય સ્થાને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન અને તૃતિય સ્થાને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની પસંદગી થઇ હતી. જ્યારે માર્કેટની કેટેગરીમાં સિંધી માર્કેટ એસોસિયેશન, ધ એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ અને સંતરામ મોટી શાક માર્કેટ સ્વચ્છતાના માપદંડની કસોટીમાં ખરા ઉતર્યા હતા. આ ઉપરાંત શહેરની 3 હોટલોને પણ સ્વચ્છતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો