વિવાદ:નડિયાદમાં પોક્સોના આરોપીએ દોષનો ટોપલો બીજા પર ઢોળ્યો

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગીરીશ દાદલાણીએ સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યની ફરિયાદ કરાવ્યાનો આક્ષેપ

નડિયાદ શહેરમાં મંગળવારે નોંધાયેલી પોસ્કોની ફરિયાદનો આરોપી બે દિવસથી પોલીસ ધરપકડથી દુર છે. બીજી તરફ આરોપીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કરી પોસ્કોના ગુનામાં પોતે નિર્દોષ હોવાની દલીલ કરી છે. ભુતકાળમાં અન્ય એક મિત્રના કહેવાથી પૂર્વ કાઉન્સિલર અને તેના મિત્રો પર હુમલા કર્યા હોવાની ચોંકાવનારી કબુલાત ફરાર આરોપી કરતો વિડીયોમાં દેખાઈ રહ્યો છે.

નડિયાદ શહેરના જવાહર નગર વિસ્તારમાં રહેતા જયકિશન લાલ જાણી ઉર્ફે કાઉ અને તેના સાગરીત દ્વારા 16 વર્ષીય સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયું હોવાની ફરિયાદ નોંધાયાને 48 કલાકથી આરોપી પોલીસ પકડથી દુર છે.

બીજી તરફ જયકિસન ઉર્ફે કાઉએ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ વીડિયોમાં પોતે નિર્દોષ હોવાનો અને ભૂતકાળમાં પૂર્વ કાઉન્સિલર અમિત સચદેવ સહિત તેના મિત્રો પર કરેલ હુમલા ગીરીશ દાદલાની નામના વ્યક્તિના કહેવાથી કર્યા હોવાનો આક્ષેપ કર્યાેં છે. ગીરીશ દાદલાણીએ જ તેને આ સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યની ફરિયાદમાં ખોટી રીતે ફસાયો હોવાનું પણ તે જણાવી રહ્યો છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈ હાલતો જવાહરનગર વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે.

અન્ય સમાચારો પણ છે...