તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઈરલ વીડિયો:નડિયાદમાં માસ્કના દંડ મામલે પોલીસ અને વેપારી આવ્યા આમને-સામને, પહેલા ઉગ્ર બોલાચાલી અને બાદમાં ઝપાઝપી થઈ

નડિયાદ11 દિવસ પહેલા
  • નડિયાદ શહેરનો વાઈરલ વીડિયો ટોક ઓફ ધી ટાઉન બન્યો

કોરોના કાળમાં પોલીસને ઘર્ષણમાં ઉતરવાના બનાવો વધી રહ્યા છે. માસ્ક અને કોરોના ગાઇડલાઇનના અમલવારીના નિયમને કારણે પોલીસને ક્યારેક સીધુ પ્રજા સાથે રકઝકમાં ઉતરવું પડે છે. આવા બનાવો અવાર નવાર બની રહ્યા છે. નડિયાદમાં માસ્ક બાબતે પોલીસ સાથે ઝપાઝપીનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.

પોલીસે માસ્કના દંડની વસૂલાત કરતા ઝપાઝપી થઈ
નડિયાદની એક રેડીમેડ કપડાની દુકાનમાં માસ્ક બાબતે પોલીસ સાથે ઝપાઝપીનો વીડિયો મંગળવારે વોટ્સએપ પર વાઈરલ થયો છે. જેમાં પોલીસ હાથચાલાકી પર આવી ગયાનું દર્શાવવામાં આવી રહ્યું છે. આ વીડિયો સાથે આ પ્રમાણનું ટેક્સ "નડિયાદ માં પોલીસ વાળાઓની દાદાગીરી માસ્ક ના પેહર્યું હોય તો હવે હાથ ચાલાકી પર ઉતરી આવ્યા છે" પણ દર્શાવવામાં આવ્યું હતું. માસ્ક બાબતે દંડાત્મક કાર્યવાહી કરતાં સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.

1000ના દંડને લઈ નાના વેપારીઓમાં નારાજગી
આ અંગે નડિયાદ ટાઉન પી.આઈ બી. જી. પરમારે જણાવ્યું છે કે આ સમગ્ર ઘટનાનો વીડિયો સાચો છે. ગતરોજ દુકાનદારે માસ્ક નહોતું પહેર્યું એટલે તે બાબતનો એક હજારનો દંડ લેવામાં આવ્યો છે. તો બીજી તરફ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ જતાં પોલીસની કામગીરી સામે પણ લોકોએ આક્રોશ ઠાલવ્યો છે. નાના વેપારીઓ જણાવે છે કે હાલ માર્કેટમાં મંદી છે તેવામાં 1 હજારનો દંડ કેટલો યોગ્ય કહેવાય?

અન્ય સમાચારો પણ છે...