તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:નડિયાદમાં રસી માટે માત્ર 60ને જ ટોકન આપતા લોકો વિફર્યા, બીજા ડોઝનું શું?

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નડિયાદ અર્બન સેન્ટરમાં રસી મામલે હોબાળો - Divya Bhaskar
નડિયાદ અર્બન સેન્ટરમાં રસી મામલે હોબાળો
  • વિદેશ જવા રસી લેવા આવનારા લોકો રઝડ્યા ઃ સરકારમાંથી જથ્થો ઓછો આવતા સ્થાનિક તંત્ર ભોગ

નડિયાદ શહેરમાં રસી કરણ મામલે કર્મચારીઓ અને સ્થાનીકો વચ્ચે હોબાળાના દ્રસ્યો સર્જાયા છે. આજે સવારથી જ રસીના ઓછાં જથ્થા સાથે શરૂ થયેલ રસી કરણ ની પ્રક્રિયા દરમ્યાન ઘણા લોકોને રસી આપવાનો ઇન્કાર કરતા જુદા જુદા સેન્ટરો પર હોબાળાના દ્રસ્યો સર્જાયા હતા. લોકોની ભીડ અને શોસિયલ ડિસ્ટન્સ ના ધજાગરા સાથે સ્થિતિ એ બની હતી કે, કોરોનાની દવા લેવા આવેલા નગરજનો કોરોનાને ઘરે લઇ જઇ રહ્યા હતા.

શહેરના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર પાછળ આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં કર્મચારીઓ ફરજ પર આવે તે પહેલાજ રસી લેવા માટે નગરજનોએ લાઇનો લગાવી હતી. વહેલી સવારથી 250 થી વધુ લોકો રસી લેવા માટે લાઇનમાં ઉભા રહી ગયા હતા. પરંતુ જ્યારે કર્મચારીઓ રસીનો ડોઝ લઇને આવ્યા ત્યારે તેમની પાસે માત્ર 60 ડોઝ હતા. પુરતી રસી નહીં હોવાને કારણે કર્મચારીઓએ લાઇનમાં ઉભા રહેલ પ્રથમ 60 લોકોને ટોકન આપી દીધા હતા. પરંતુ જે લોકોને ટોકન ન મળ્યા તે લોકોએ રસી માટે હોબાળો મચાવ્યો હતો. કેટલાક લોકોએ આક્ષેપ કર્યા હતા કે એક મહિના અગાઉ જુદી જુદી જગ્યાઓ પર કેમ્પ કરીને રસી આપી દીધી. પરંતુ હવે બીજો ડોઝ લેવાની છે ત્યારે અમને રસી મળી રહી નથી.

એક મહિના અગાઉ લીધેલ રસીના રજીસ્ટ્રેશન થયા જ નથી
ખુબજ ગંભીર બાબત છેકે શહેરમાં ઘણા લોકોએ એક મહિના અગાઉ રસી લીધી હતી. તે સમયે ઉંચુ રસી કરણ સરકારી ચોપડે બચાવવાનું હોઇ નગર પાલિકા સભ્યોએ લોકોને ઘરેથી બોલાવી બોલાવીને રસી અપાવી હતી. પરંતુ હવે એક મહિનો પુરો થયા બાદ બીજો ડોઝ લેવાનો આવ્યો છે, ત્યારે સરી ખુટી પડતા લોકોની ધીરજ પણ ખુટી પડી છે. એક મહિના અગાઉ જે લોકોએ રસી લીધી હતી, તેમાંથી ઘણા લોકોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ થયું નથી. જેના કારણે હવે બીજો ડોઝ કયા સેન્ટર પર અને ક્યારે લેવો તેવા પ્રશ્નો ઉભા થયા છે.

5જુને યુકે જવાનું છે, બીજા ડોઝ માટે ધક્કા
નડિયાદના મોટા પોરમાં રહેતા નેન્સીબેન હિમાંશુ ભાઇ પટેલને 5 જુનના રોજ યુકે.ની ટીકીટ છે. અગાઉ તા.3 એપ્રિલ ના રોજ તેઓએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો, પરંતુ તેઓની ઉમર 34 વર્ષ હોઇ ઓનલાઇન રજીસ્ટ્રેશન થયું ન હતુ. હવે જુન પહેલા તેઓએ બીજો ડોઝ લેવો ફરજિયાત છે. તેઓનું કહેવું છેકે જો બીજો ડોઝ ના મળે કે તેનું સર્ટિફિકેટ ન હોય તો યુકે.માં એન્ટ્રી મળે તેમ નથી. બીજી તરફ શહેરના જુદા જુદા અર્બન સેન્ટરો પર તેઓ ધક્કા ખાઇ રહ્યા છે તેમ છતાં રસી મળી રહી નથી.

પત્નીનું સર્ટી ન આવતા ઓસ્ટ્રેલિયા જવાનું કેમનું
નડિયાદના મોટા પોરમાં રહેતા હિરલ પટેલ (ઉ.24) પણ અન્ય લોકો સાથે રસી લેવા માટે લાઇનમાં ઉભા હતા. હિરલ અને તેના પતિ ઓસ્ટ્રેલિયામાં સ્થાઇ થયેલ છે. હાલ ત્યાં એન્ટ્રી નથી. પરંતુ જ્યારે એન્ટ્રી ખુલસે ત્યારે બંનેને સાથે જવાનું છે. પરંતુ રામાયણ એ છેકે બલેન્દુને રસીના બંને ડોઝ મળી ગયા છે, જ્યારે હિરલને હજુ બીજા ડોઝ મળી રહ્યો નથી. રસીનો પહેલો ડોઝ લીધો ત્યારે સર્ટિફિકેટ આવ્યું ન હતુ. જેના કારણે હવે બીજા ડોઝનું સર્ટિફિકેટ પણ નહીં આવે તો વિદેશ જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

નડિયાદ વીકેવી રોડ પર આવેલ અર્બન સેન્ટરમાં આજે સવારે રસી મામલે હોબાળો થયો હતો. 250 થી વધુ લોકોની સામે માત્ર 60 રસીના ડોઝ કેન્દ્ર પર આવતા લોકોએ હોબાળો મચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...