તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડા જિલ્લામાં કોંગ્રેસની હાલત કેટલી દયનીય છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખુલ્લુ પડી ગયું છે. જિલ્લાની છ વિધાનસભા બેઠકમાં ત્રણમાં કોંગ્રેસના ધારાસભ્યો હોવા છતાં નડિયાદ પાલિકા માટે કોઇ જ દોરી સંચાર મળી રહ્યો નથી. જેને કારણે નવા નિમાયાં હોદ્દેદારો નિર્ણય લેવામાં અફડાઇ રહ્યાં છે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પણ કોને મેન્ટેડ આપવું કોને નહીં ? તે બાબતે અસંમજસ સ્થિતિ સર્જાઇ હતી.
નડિયાદ નગરપાલિકાની ચૂંટમીમાં કોંગ્રેસની હાલત કફોડી બની રહી છે. હોદ્દેદારોની નિમણૂંક બાદ શરૂ થયેલા આંતરિક રાજકારણની સીધી અસર ટીકીટ ફાળવણી પર જોવા મળી રહી છે. હોદ્દેદારોની હાથ જોડીને ઉમેદવારો તૈયાર કરવા પડ્યા છે, તેમાંય પણ હવે વોર્ડ નં.12 અને 13માં એક પણ ઉમેદવાર મળ્યાં નથી. જેને કારણે અપક્ષથી જ ગાડુ ગબડાવવું પડશે. આ નિષ્ફળતા પાછળ હોદ્દેદારો પક્ષના નીતિને જવાબદાર ગણી રહ્યાં છે.
પક્ષ દ્વારા સામાજિક સંસ્થાઓના સહકારથી અપક્ષ ઉમેદવારોના ટેકાથી ચૂંટણી લડવાનો નિર્ણય લેવાયો હોવાનું જણાવી હાથ અધ્ધર કરી રહ્યા છે. જોકે, હવે પ્રચારમાં જુથવાદ નડશે કે કેમ ? તે જોવાનું રહ્યું. બાકી ટીકીટ ફાળવણીમાં નડિયાદ કોંગ્રેસમાં લોઢાના ચણા ચાવવા બરાબર સ્થિતિ ઉભી થઈ હતી. નડિયાદના કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારમાં જ કોંગ્રેસના કાર્યકરોએ અપક્ષ લડવાનું મન બનાવી લેતા તે વોર્ડની યાદી જાહેર કરવામાં આવી ન હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.