તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:નડિયાદ પાલિકામાં ભાજપે 1.25% મત વધુ મેળવી બે બેઠક કબ્જે કરી

નડિયાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત ટર્મમાં 1.14 લાખ મત મળ્યાં હતાં : 2021માં વધીને 1.55 લાખ થયાં

નડિયાદ નગરપાલિકામાં ભાજપે રેકર્ડબ્રેક બેઠક મેળવી વિજયના પતાકા ફરકાવ્યાં છે. ગત ટર્મમાં પણ ભાજપે 41 બેઠક કાઢી રેકર્ડ બનાવ્યો હતો. જે આ વખતે વધીને 43 સુધી પહોંચી છે. નડિયાદ પાલિકાની સામાન્ય ચૂંટણીમાં 52 બેઠકમાં 3 બિનહરીફ થઇ હતી. જેમાં વોર્ડ નં.1 અને વોર્ડ નં.4ની એક બેઠક ચૂંટણી પહેલા ભાજપના ખાતામાં જમા થઇ હતી.

જ્યારે 49 બેઠકની યોજાયેલી ચૂંટણીમાં ભાજપને ગત ટર્મ કરતા વધુ બેઠક મળવા ઉપરાંત મતોની ટકાવારી પણ વધી છે. 2015માં યોજાયેલી સામાન્ય સભામાં ભાજપને 1.14 લાખ મત મળ્યાં હતાં. જે વધીને 1.55 લાખ થયાં છે. આમ કુલ 35 ટકા જેટલો વધારો થયો છે. નડિયાદ પાલિકામાં ફરી એક વખત ભાજપ જોરશોર સાથે વિજય થયો છે. શહેરમાં રસ્તા, પાણી, વરસાદી પાણી ભરાવા સહિતની સમસ્યા હોવા છતાં મતદારોએ વધુ એક ભાજપને તક આપી છે.

અન્ય સમાચારો પણ છે...