તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:નડિયાદ પાલિકામાં 33 અપક્ષ ઉમેદવાર રાષ્ટ્રીય પક્ષો માટે મુશ્કેલી સર્જી શકે છે

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • વોર્ડ નં.12 અને 13માં કોંગ્રેસ પ્રેરિત અપક્ષ સામે ભાજપની સીધી ટક્કર

નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આડે હવે બહુ દિવસો રહ્યાં નથી. જેના કારણે ઉમેદવારો માટે રાત ઓછી અને વેશ ઝાઝા જેવો ઘાટ ઘટાડોય છે. જોકે, આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત અપક્ષ ઉમેદવારી પણ મજબૂત હોવાથી બન્ને રાષ્ટ્રીય પક્ષોને જીતવા માટે વધુ મહેનત કરવી પડશે. ખાસ કરીને ભાજપને બે વોર્ડમાં કોંગ્રેસ પ્રેરીત અપક્ષનો સામનો કરવાનો છે.નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી છે. ગત ટર્મમાં 52માંથી ભાજપને 41, અપક્ષને 09 અને કોંગ્રેસને ફાળે માત્ર 2 જ બેઠક આવી હતી.

જોકે, આ વખતે કોંગ્રેસ દ્વારા ટક્કર આપવાની વ્યૂહ રચના સાથે ઉમેદવારી પસંદગીમાં ઘણા ફેરફારો કર્યાં છે. જેની અસર હવે ચૂંટણીના આગલા દિવસોમાં જોવા મળી રહી છે. જોકે, બન્ને પક્ષો વચ્ચે સીધી ટક્કર ઉપરાંત કેટલાક વોર્ડમાં અપક્ષો પણ બળાબળી કરી રહ્યા છે. ખાસ કરીને વોર્ડ નં. 12 અને 13માં કોંગ્રેસ પ્રેરિત અપક્ષ ઉમેદવાર છે. તેવી જ રીતે વોર્ડ નં.7માં પાંચ અપક્ષ ઉમેદવાર છે. આ તમામ ઉમેદવાર મત બેન્ક તોડી શકે છે. જેની ચિંતા ભાજપ અને કોંગ્રેસ બન્નેને છે.

તેવીજ રીતે ભાજપે જે લોકોને કાપ્યા છે. તેમાં નિતેશ પરમારે વોર્ડ નં.1માં અપક્ષ ઉમેદવારી કરી છે. તેવી જ રીતે મહેશભાઈ દેસાઇએ તેમના પુત્ર ગુરૂઓમને અપક્ષ તરીકે વોર્ડ નં.2માં ઉતાર્યાં છે. જ્યારે સસ્પેન્ડેડ કાઉન્સીલર વિજય રાવે વોર્ડ નં.13માં તેમના પત્નીને અપક્ષને તરીકે ઉમેદવારી કરાવી છે. જે ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે છે. જોકે, અપક્ષ ઉમેદવારોને છેલ્લી ઘડી સુધી ટેકો જાહેર કરવા માટે રાજકીયપક્ષોએ કવાયત હાથ ધરી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો