તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઈ:નડિયાદ પાલિકામાં 3 કર્મીએ 25 લાખની છેતરપિંડી કરી, 500 મિલકતના ટેક્સમાં છેડછાડનો ઘટસ્ફોટ, મામલો પોલીસ મથકે

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ પાલિકાના પરિસરમાં છેલ્લા બે મહિનાથી વિવાદાસ્પદ ટેક્સ ચોરી કૌભાંડમાં આખરે ચીફ ઓફિસરની સુચના બાદ ટેક્સ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવી છે. ટેક્સ વિભાગના ત્રણ કર્મચારીએ કોમ્પ્યુટરના સોફ્ટવેરમાં છેડછાડ કરી આશરે 500 જેટલી મિલકતના ટેક્સમાં ચેડા કર્યાં હતાં અને રૂ.25 લાખની ઉચાપત કરી હતી. આ સંદર્ભે નડિયાદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નડિયાદ નગરપાલિકાના ટેક્સ વસુલાતના મામલે બે મહિનાથી વિવિધ પાસાની તપાસ ચાલી રહી હતી. પાલિકા પ્રમુખ દિપીકાબહેન પટેલને પાંચેક એન્ટ્રીમાં શંકા જણાઇ હતી. જે સંદર્ભે ચીફ ઓફિસરને રજુઆત કરતાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. પ્રાથમિક તપાસમાં જ મિલકધારકોના બાકી વેરાની રકમમાં કોમ્પ્યુટર સોફ્ટવેર થકી છેડછાડ કરી ખાતુ નીલ કરી દેવામાં આવતું હતું. આ કર્મચારીઓએ છેલ્લા ત્રણ વર્ષમાં મિલકત ધારકોના બાકી રકમમાં ખોટી એન્ટ્રી કરવામાં આવતી હતી.

જેમાં 500 જેટલા મિલકત ધારકો પાસેથી રૂ.25 લાખની વસુલાતના બદલે એન્ટ્રી સાથે ચેડા કરી પાલિકાને આર્થિક નુકશાન કર્યું હતું. આ બાબતે ઇન્ચાર્જ ટેક્સ સુપ્રિટેન્ડેન્ટ મયંક દેસાઇની ફરિયાદ આધારે નડિયાદ પોલીસે કાસમભાઈ મોલવી, અનીલભાઈ અંબુભાઈ ઠાકોર, સુનિતાબહેન મિસ્ત્રી (રહે. તમામ નડિયાદ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે નડિયાદ નગરપાલિકામાં ટેક્સ વિભાગના કર્મચારીઓ કોમન આઈડીથી કામ કરતાં હતાં. આ કોમન આઈડીના કારણે કોઇને ઉચાપત કર્યાની શંકા નહીં જાય તેવું કર્મચારીઓ માની રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...