તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર નિદ્રામાં:નડિયાદમાં તાવના પ્રતિદિન 50થી વધુ કેસ, મચ્છરોનો ઉપદ્રવ વધતા કેસો વધ્યા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદમાં વાઈરલ ફીવરે ફરી એકવાર માથુ ઉચક્યુ છે. ઉપરાંત શરદી, ખાંસી અને તાવના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. 18 ઑગસ્ટથી અત્યાર સુધી દિવસના સરેરાશ 50થી વધુ કેસ નડિયાદ સિવિલમાં નોંધાઈ રહ્યા છે. છેલ્લા સાત દિવસમાં 305 વાઈરલ ફીવરના દર્દીઓએ સિવિલમાં સારવાર લીધી છે.

આ દર્દીઓને સામાન્ય શરદી અને ખાંસીના લક્ષણો જણાતા તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. જિલ્લાની અન્ય સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં પણ મોટી સંખ્યામાં લોકો વાઈરલ ફીવરની સારવાર લીધી હોવાનું જાણવા મળ્યુ છે. ઉપરાંત બાળકોની ખાનગી હોસ્પિટલો પણ છલકાઈ રહી છે. દિવસના સવા સો ઉપરાંત કેસો બાળકોની ખાનગી હોસ્પિટલોમાં નોંધાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે. વરસાદ ન પડતા બાફ અને ઉકળાટનું વાતાવરણ સર્જાયુ છે.

અન્ય સમાચારો પણ છે...