કોરોનાનો કહેર:નડિયાદમાં કોરોના કાળ બન્યો વધુ એક આધેડને ભરખી ગયો, કુલ આંક 239

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ, ખેડા, મહુધા, મહેમદાવાદ, કપડવંજ અને ચકલાસીમાં પોઝિટીવ
  • ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 15 દર્દીઓ નોંધાયા

ખેડા જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ 15 પોઝિટીવ દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે  સારવાર દરમિયાન નડિયાદના આધેડનું મોત નીપજતાં જિલ્લામાં કુલ મૃત્યુઆંક 14 પર અને કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 239 પર પહોંચ્યો છે. હાલમાં સંક્રમણની સ્થિતી જિલ્લામાં ગભીર બની છે.

નડિયાદમાં રહેતા રાજેશભાઇ કંસારા (ઉ.વ.49)નું કોરોના સંક્રમણને કારણે રવિવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેઓની તબિયત નાદુરસ્ત થયા બાદ ખાનગી તબીબની સારવાર લેવા છતાં સ્વાસ્થ ન સુધરતા તેમનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટીવ આવ્યા બાદ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે રવિવારે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઉપરાંત નડિયાદ શહેરમાં રવિવારે વધુ 7 પોઝિટીવ કેસ મળી આવ્યા હતા. જેમાં વિશાલ સોસાયટીમાં રહેતા સુબોધભાઇ ફુલાભાઇ મહેતા (ઉ.વ.43), સંગમ સોસાયટી નજીક રહેતા મયુદ્દીન ફકરૂદ્દીન મલેક (ઉ.વ.64) , ખારા કૂવા ખાતે રહેતા સુરેશભાઇ શંકરલાલ રાણા (ઉ.વ.65) તથા વ્હોરવાડમાં રહેતા ઐયુબભાઇ ઇબ્રાહીમભાઇ શાહભાઇ (ઉ.વ.58) નો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આ ઉપરાંત દેસાઇ ફળિયામાં રહેતા 65 વર્ષના વૃધ્ધા, પવનચક્કી રોડ ઉપર રહેતા 65 વર્ષિય વૃધ્ધા અને  શ્રેયસ સોસયાટીમાં રહેતા 75 વર્ષિય વૃધ્ધાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

મહુધા, ખેડા-ચકલાસીમાં પોઝિટીવ કેસ 
મહુધાના અંબા માતાના મંદિર પાસે જૂની હવેલી નજીક રહેતા જીનકલબેન નિશિથભાઇ પટેલ (ઉ.વ.31), ખેડાના જૈન દેરાસર પાસે પરા દરવાજા વિસ્તારમાં રહેતા નમનભાઇ ભાવેશભાઇ ભાવસાર (ઉ.વ.17) તથા નાયકા ગામે દાદુરામ ફળિયામાં રહેતા મહેશભાઇ લક્ષ્મણભાઇ સોલંકી (ઉ.વ.21) તેમજ નાયકામાં જૈન દેરાસરની બાજુમાં રહેતા પિનાકીનભાઇ ધીરૂભાઇ સરવૈયા (ઉ.વ.22) નો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચકલાસીમાં નાનો આંટો વિસ્તારમાં રહેતા મહેશભાઇ હરમાનભાઇ પટેલ (ઉ.વ.51) નો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તેમને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં દર્દીઓ માટે વ્યવસ્થા 
નડિયાદ શહેરમાં આવેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને કે લક્ષણો ન ધરાવતા હોય તેવા દર્દીઓને સારવાર માટે રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...