તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Nature Lovers In Nadiad In Collaboration With The Forest Department Will Provide Free Plants, Efforts To Preserve The Environment

અનોખી પહેલ:નડિયાદમાં પ્રકૃતિ પ્રેમી સંસ્થા દ્વારા વનવિભાગના સહયોગથી ફ્રીમાં છોડ આપવામાં આવશે, પર્યાવરણને જાળવી રાખવા પ્રયત્નો

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદની પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા અનોખી પહેલ કરાઈ

આપણે સૌ જાણીએ છીએ તેમ વિશ્વની બગડતા જતા પર્યાવરણની સમસ્યા માનવ દ્રારા જ સર્જીત છે. આ સમસ્યા ધીરે ધીરે એટલી વધતી જાય છે કે, તેનાથી નિતનવા પ્રકોપોનો માનવજાતે સામનો કરવો પડે છે. તેનુ એક જ સમાધાન છે પર્યાવરણનુ જતન અને સંવર્ધન. જે પર્યાવરણને જાળવી રાખવા બ્રહ્મકુમારી નડીયાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે પ્રકૃતિ પ્રેમી સંસ્થા દ્વારા સૌ કોઇ વૃક્ષારોપણ કરે તે માટે છોડ આપવાની અનોખી પહેલ કરવાનાં આવી છે.

આગળ ચોમાસુ આવી રહ્યુ છે ત્યારે આપણા સૌએ બને તેટલા વૂક્ષો વાવવાનો તથા તેનો ઉછેર કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. બ્રહ્મકુમારી સંસ્થાના ગ્રામ વિકાસ પ્રભાગ દ્રારા સમસ્ત ભારતમાં વૃક્ષારોપણના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેનો માટેનો સંકલ્પ સંસ્થાના સેવા કેન્દ્રો પર વિશ્વ પર્યાવરણ દિવસના રોજ લેવામાં આવ્યો હતો.

નડીઆદ ખાતે પ્રભુ શરણમ સંકુલમાં સંસ્થાના સબઝોન સંચાલીકા બી. કે. પુર્ણીમાબેન તથા સાથી બહેનો દ્રારા વુક્ષારોપણના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સંસ્થાના અનેક ભાઇ બહેનો તથા જેઓને રસ હોય તેવા તમામ નાગરિકોને સંસ્થા તથા વનવિભાગના સહયોગથી જે (લીસ્ટમાંથી) જોઇએ તે છોડ આપવામાં આવશે અને બહોળા પ્રમાણમાં સૌ વૃક્ષારોપણ કરે તે માટે સૌને પ્રોત્સાહિત કરાશે. આ માટે મિત્ર સંબંધીઓ સૌને આહવાન કરવામાં આવી રહ્યુ છે.

ખાસ કરીને જ્યારે આપણે સૌએ કોરોનાકાળમાં કોઇને કોઇ સંબંધી અને પ્રિયજનને ગુમાવ્યા છે. ત્યારે તેઓની યાદમાં વિશેષ વુક્ષારોપણ કરવુ જોઇએ. આ માટે સંસ્થા તરફથી જોઇતા છોડની નોંધણી કરાવવા એક ગુગલ ફોર્મ બનાવવામાં આવ્યુ છે. તેની લીંક મેળવવા માટે વોટ્સએપ નંબર 9409315900 પર મેસેજ કરવાનો રહેશે. જેથી આપને આ ગુગલ ફોર્મ મોકલવામાં આવશે.

ફોર્મ ભર્યા બાદ રોપા વિતરણની તારીખ આપને જણાવવામાં આવશે તે દિવસે આપે પસંદ કરેલ છોડ નડિયાદ ઉપરોક્ત સંસ્થાના કેન્દ્ર ખાતેથી મળશે. ટુંક સમયમાં જ મોટા પાયા પર એક સાથે વુક્ષારોપણ થાય તેની તારીખ પણ જણાવવામાં આવશે. આ કાર્યક્રમ વન વિભાગના સહયોગથી યોજાશે તો સૌને ઉમંગ -ઉત્સાહથી જોડાવવા આહવાન કરવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...