તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Nadiad
 • In Nadiad, If The Mob Turns On The Lorry After Nine At Night, Punish Them; The Rules Of Social Distance And Mask Will Be Strictly Enforced

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહીની ચીમકી:નડિયાદમાં રાત્રે નવ પછી જો લારી પર ટોળે વળ્યાં તો દંડાશો; સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનો કડક અમલ કરાશે

નડિયાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાત્રે ખાણી - પીણીની લારી પર ભીડ હશે તો દુકાનદાર સામે પણ કાર્યવાહી થશે

નડિયાદ શહેરમાં દિવસે દિવસે વધી રહેલા કોરોના કેસના પગલે હવે તંત્ર કોવિડ નિયમોનું કડક અમલ કરવા જઇ રહ્યું છે. પ્રથમ તબક્કામાં શહેરની ખાણી - પીણીની લારી કે અન્ય સ્થળે ટોળું કે ભીડ હશે તો તમામ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત રાત્રે બહાર નીકળતાં પરિવારજનોને પણ કોવિડના નિયમોનું પાલન કરવા સુચના આપવામાં આવી છે.

ખેડા જિલ્લામાં કોરોના કેસનો આંકડો ચાર હજાર સુધી પહોંચવા આવ્યો છે. તેમાંય અડધા ઉપરાંત કેસ માત્ર નડિયાદ શહેરના જ છે. ખેડા જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં પણ નડિયાદ શહેરના જ વધુ કેસ જોવા મળી રહ્યાં છે. હાલ 72થી વધુ સોસાયટીમાં કન્ટેઇમેન્ટ ઝોન જોવા મળી રહ્યો છે. આ જ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં અડધા ઉપરાંત નડિયાદ કન્ટેઇમેન્ટ કરવું પડશે. આથી, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના વકરતો અટકાવવા વિવિધ પગલા ભરવાનું શરૂ કર્યું છે. પ્રથમ તબક્કામાં રાત્રે ભીડ ભાડ વાળા વિસ્તારમાં લોકો ભેગા ન થાય તે માટે સુચનાઓ આપવામાં આવી છે.

જે અંતર્ગત રાત્રે 9 વાગ્યા બાદ ખાણી, પીણીની લારી પર કે જાહેર જગ્યા પર ભીડ જોવા મળશે, તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત વારંવાર સુચના છતાં ભીડ કે ટોળું જોવા મળશે તો દુકાનદાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ તમામ સુચનાનું પાલન કરવા પોલીસ તંત્ર પણ સક્રિય બન્યું છે અને ગુરૂવાર રાતથી જ ટોળે વળેલા લોકોને વિખેર્યાં હતાં.

કેટલાક સ્થળે લોકટોળા હોય છે રસના કોલા પર ખાસ નજર રખાશે
નડિયાદ શહેરમાં કેટલાક સ્થળે લોકો રાત્રે ટોળે વળે છે. તેઓ માસ્ક પહેરતા નથી અને સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવતા નથી. ખાસ કરીને રસના કોલા, ખાણી - પીણીની લારી પર વધુ જોવા મળે છે. આથી, કોવિડના નિયમોનું કડક પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. લોકો ટોળે ન વળે, કોવિડ નિયમોનું પાલન કરે તે જરૂરી છે. આ નિયમોનો ભંગ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. - આઈ.કે. પટેલ, કલેક્ટર, ખેડા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો