કાર્યવાહી:નડિયાદમાં પિતા-પુત્રોએ પ્રૌઢને માર મારતા ફરિયાદ, પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કર્યો

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદના સુંદરકુઇ સીમમાં ખેતરમાં પાઇપલાઇનના ખોદકામ મામલે શેઢાપાડોશી વચ્ચે તકરાર થઇ હતી. જેમાં પિતા-પુત્રોએ બાજુમાં રહેતાં પ્રૌઢને અપશબ્દો બોલી મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

નડિયાદ શહેરના છેવાડાના સુંદરકુઇ સીમમાં રહેતાં ભુપતભાઇ રાયસીંગભાઇ પઢિયાર (ઉવ.45)એ નડિયાદ પશ્ચિમ પોલીસમથકમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ શનિવારે બપોરે તેમના ખેતરમાં પાઇપલાઇન માટે શેઢાપાડોશી ચંદુભાઇ રામાભાઇ ઠાકોર ખોદકામ કરતાં હતા. જેથી ભુપતભાઇએ ખોદકામ કરવાની ના પાડતાં ચંદુ રામાભાઇ અને તેના બે દીકરા અમીત અને પ્રતીક ઠાકોરે એકસંપ કરી અપશબ્દો બોલી ઢીંકાપાટુનો માર મારી ભુપતભાઇને ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...