મોંઘવારી મુદ્દે રેલી:નડિયાદમાં કોંગ્રેસના હોદ્દેદારોએ મોંઘવારી મુદ્દે રેલી કાઢી વિરોધ નોંધાવ્યો

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકો મોંઘવારી સહિતના અન્ય મુદ્દાથી ત્રાસી કોંગ્રેસ સાથે જોડાય છે: શહેર કોંગ્રેસ પ્રમુખ

નડિયાદ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા મંગળવારે શહેરના સંતરામ મંદિરથી તાલુકા પંચાયત સુધી જનજાગરણ અભિયાન હેઠળ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જોડાયેલા લોકો મોંઘવારી અને અન્ય મુદ્દાથી પ્રજા મુશ્કેલીમાં હોવાથી ભાજપની સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

નડિયાદ સંતરામ મંદિરના ચોગાનમાંથી તાલુકા પંચાયતની ઓફિસ સુધી જનજાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદ શહેરના તમામ કાર્યકરો નગરપાલિકા ખાતે લડેલા ઉમેદવારો તથા હોદ્દેદારો હાજર રહ્યા હતા. શહેર કોંગ્રેસના પ્રમુખ હાર્દિક ભટ્ટ, ગુજરાત પ્રદેશ ઓબીસીના મહામંત્રી ચિરાગ બ્રહ્મભટ્ટ, નવીનભાઈ ભાવસાર, ગોકુલ શાહ, પાલિકાના માજી કાઉન્સીલર સહિતના આગેવાનો હોદ્દેદારો હાજર રહ્યા હતા. રેલીમાં જોડાયેલા લોકોએ ભાજપ વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.

શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટે જણાવ્યું હતું કે, હવે પ્રજા મોંઘવારી સહિતના મુદ્દાઓથી ત્રાસી ગઇ છે. ભાજપ સરકારના શાસનમાં પ્રજાની હાલત કફોડી બની છે. હવે નડિયાદની પ્રજા પણ મોંઘવારી તેમજ અન્ય મુદ્દાઓને લઇ ત્રાસી ગઇ હોવાને કારણે કોંગ્રેસ સાથે ખુલ્લા મનથી જોડાઈ રહી છે તે પરિવર્તનની નિશાની છે.

અન્ય સમાચારો પણ છે...