તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Nadiad
 • In Nadiad City, Election Workers Gathered For Voting, Corona's Guideline Was Followed By Tantra, About 600 Workers Will Vote Throughout The Day.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકશાહીનો પર્વ:નડિયાદ શહેરમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મીઓ મતદાન માટે ઉમટ્યા, તંત્ર દ્વારા કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરાયું, આશરે 600 જેટલા કર્મીઓ મતદાન કરશે

નડિયાદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ પાલિકાના વોર્ડમાં આશરે 600 લોકો ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત કાર્યકરો મતદાન કરવા પહોંચ્યા - Divya Bhaskar
નડિયાદ પાલિકાના વોર્ડમાં આશરે 600 લોકો ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત કાર્યકરો મતદાન કરવા પહોંચ્યા
 • નડિયાદ શહેરમાં ચૂંટણીમાં રોકાયેલા કર્મીઓ માટે મંગળવારે મતદાનનું આયોજન કરાયું છે
 • શહેરના ઈપ્કોવાળા હોલ ખાતે મતદાન મથક ઉભું કરાયું છે
 • તંત્ર દ્વારા કોરોનાની ગાઈડ લાઈનનું ચૂસ્ત પણે પાલન, સેનેટાઇઝ, ટેમ્પરેચર ચેક કરી મતદાન મથકોમાં મતદારોને પ્રવેશ કરવા દેશે
 • અધિક કલેકટરે મતદાનના સમયે ખાસ ચકાસણી હાથ ધરી

નગરપાલિકા અને તાલુકા પંચાયતોની ચૂંટણી આગામી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાવા જઇ રહી છે. ત્યારે આ પૂર્વે ચૂંટણીમાં રોકાયેલા કર્મીઓ માટે મતદાનનું આયોજન થઈ રહ્યું છે. આજે મંગળવારના રોજ જિલ્લાના વડામથક નડિયાદમાં ચૂંટણીની અંદર રોકાયેલા કર્મીઓનું મતદાનનું આયોજન કરાયું છે.

કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન
તંત્ર દ્વારા શહેરના ઈપ્કોવાળા હોલ ખાતે મતદાન મથક ઉભું કરાયું છે. મંગળવારે સવારે 8 વાગ્યાથી આ સ્થળે ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે. જેમાં પોલીસ, હોમગાર્ડ, સરકારી કર્મચારીઓ મતદાન માટે ઉમટ્યા છે. બેલેટ પેપરથી કરવામાં આવતા આ મતદાન પ્રક્રિયામાં અધિકારી દ્વારા નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ વખતે મતદાન સમયે કોરોનાની ખાસ માર્ગદર્શિકાનું ચૂસ્ત પણે પાલન કરવામાં આવી રહ્યું છે.

આશરે 600 લોકો લોકશાહીના પર્વમાં સામેલ થશેઃ અધિક કલેક્ટર
મતદાન મથક બહાર સેનેટાઇઝની વ્યવસ્થાની સાથે ટેમ્પરેચર મશીનથી ચેક કરી મતદાન મથકોમાં દરેક મતદારોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર દિવસ દરમિયાન મતદાન ચાલુ રહેશે અને અનુકુળતાએ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત લોકો વોટ આપી શકશે તેવું આયોજન ઘડવામાં આવ્યું છે. અધિક કલેકટરે મતદાનના સમયે તમામ બાબતોની ચકાસણી અર્થે ખાસ મુલાકાત લીધી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, નડિયાદ પાલિકાના વોર્ડમાં આશરે 600 લોકો ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત છે, તે તમામ લોકો આજે પોતાના મતનો ઉપયોગ કરી આ લોકશાહીના પર્વમાં સામેલ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો