તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નડિયાદ શહેરમાં જુગાર રમતા 8 ખેલી ઝડપાયા, પોલીસે માત્ર રૂ. 3020ની મતા જપ્ત કરી

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરના ખારાકૂવા વિસ્તારમાં ગુરુવારે રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન નડિયાદ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે ત્રાટકી જુગારની બાજી માંડીને બેઠેલાં 8 બાજીગરને દબોચી લીધાં હતા. જેમાં ફારૂક ઐયુબભાઇ, હબીબ સતારભાઇ પીજવાલા, ઉસ્માન અબ્દુલભાઇ કોર, મુસ્તાકમહંમદ સફીમહંમદ પીજવાલા, મોસીન અબ્દુલકાદર શેખ, સલીમ ઉસ્માનભાઇ લક્કડ, હારૂન કાસમભાઇ કસાઇ અને હનીફ ગુલામભાઇ કુરેશીનો સમાવેશ થાય છે. પોલીસને દરોડામાં રોકડ રૂ.3020ની રકમ તથા જુગાર રમવાના ગંજીપાનાની મતા હાથ લાગી હતી. જો કે, આઠેય જુગારીના કબજામાંથી પોલીસને સમ ખાવાનો એક પણ મોબાઇલ ફોન હાથ લાગ્યો ન હતો. આ અંગે નડિયાદ ટાઉન પોલીસે તમામ શખસ વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...