ચોરી:નડિયાદમાં વૃદ્ધાની 61 હજારની બેગની ચીલઝડપ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચીલ ઝડપનો ભોગ બનેલા પૂષ્પાબેન - Divya Bhaskar
ચીલ ઝડપનો ભોગ બનેલા પૂષ્પાબેન
  • વૃદ્ધા બેંકમાંથી પેન્શનના રૂપિયા ઉપાડી બહાર આવ્યા અને બાઇક પર આવેલા ગઠીયા હાથમાંથી થેલી ઝુંટવી ફરાર થઇ ગયા

નડિયાદ શહેરના વાણીયાવડ વિસ્તારમાં આવેલ બેંકમાંથી રૂપિયા લઈ બહાર નીકળતા વૃધ્ધાના હાથમાં થી રૂપિયા ભરેલી થેલી લઈ બાઇક પર આવેલા બે ઇસમો ફરાર થઈ ગયા છે. 80 વર્ષીય શિક્ષીકા ઘરકામ માટે પેન્સનની ઉપિયા ઉપાડી હજુ તો બેંકની બહાર નીકળ્યા હતા, ત્યાં જ થેલીની ચીલ ઝડપ થઈ જતા વૃધ્ધાએ બૂમાબૂમ કરી મૂકી હતી. જોકે કોઈ કશું સમજે તે પહેલા જ ચોર ઈસમો સરાદર પટેલ બ્રિજ તરફ ભાગી છૂટ્યા હતા.

નડિયાદ શહેરના વાણીયાવડ વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડા ગુનાખોરી માટે સોફ્ટ ટાર્ગેટ બની છે. આ બેંકમાંથી રૂપિયા લઈ બહાર આવતા વૃદ્ધો સાથે ચીલ ઝડપના ઘણા કિસ્સાઓ ભૂતકાળમાં પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. જેમાં આજે વધુ એક કિસ્સો નોંધાયો. કિડની હોસ્પિટલ પાછળ ધર્મનગરમાં રહેતા પુષ્પાબેન કાંતિલાલ પંચાલ ઉ.80 શિક્ષીકામાંથી રીટાયર્ડ થયા છે. વિધવા પૂષ્પાબેન ઘરખર્ચ માટે રૂપિયાની જરૂર હોય તેઓ બેંકમાં રૂપિયા લેવા આવ્યા હતા. બેંકમાંથી રૂપિયા ઉપાડી તે ઓ બહાર નીકળ્યા ત્યાં જ બાઇક પર આવેલા બે અજાણ્યા ઇસમો તેમના હાથમાંથી થેલો ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. પુષ્પાબેનની થેલીમાં રોકડા રૂપિયા 61 હજાર, બેન્કની ચેકબુક, પાસબુક, મોબાઇલ પોન, ઘરની ચાવીનો ઝુડો વગેરે હોવાનું તેઓએ પોલીસ મથકે જણાવ્યું હતું.

પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી
શહેરમાં લાગેલા સીસીટીવી પરથી બાઈકનો નંબર મેળવવાની અને આરોપીઓની ઓળખ શોધવાની કામગીરી ચાલુ છે. ઝડપથી ગુનો ઉકેલાઈ જાય તે પ્રકારની કામગીરી ચાલી રહી છે.> પી.આઇ. નડિયાદ ટાઉન

પાછળ બેઠેલા ભુરા શર્ટવાળાએ થેલી ઝુંટવી
આ માજી બેંકમાંથી રૂપિયા ઉપાડી બેંક ની રાહ જોઈ ઉભા હતા, અને બાઇક પર આવેલ બે છોકરા એક ભુરા શર્ટ વાળો પાછળ બેઠો હતો, તે હાથમાંથી થેલી ઝૂંટવી ભાગી ગયા. માજી રડતા રડતા અહીં આવ્યા,
અને અમે પૂછ્યું તો તેઓએ સમગ્ર આપવીતી કહી સંભળાવી.> સુરેન્દ્રભાઈ બારોટ, ફર્સ્ટ પર્સન

અન્ય સમાચારો પણ છે...