કોરોના અપડેટ:નડિયાદમાં દિવાળી બાદ કોરોનાએ દેખા દીધી, 1 તબીબ કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તબીબ યુવક રાજ્ય બહાર ફરવા જતાં કોરોનામાં સપડાયા

દિવાળી બાદ સમગ્ર ગુજરાતમાં કોરોના દર્દીઓનો વધારો થઈ રહ્યો છે એમાં ખેડા જિલ્લા પણ બાકાત નથી થોડા દિવસ પહેલા ઠાસરામાંથી એક દર્દી કોરોના પોઝિટિવ જોવા મળ્યો હતો. જ્યારે આજે નડિયાદમાં 32 વર્ષના યુવક કોરોનામાં સપડાયો છે.

નડિયાદ મહાગુજરાત હોસ્પિટલના ડોક્ટર્સ ક્વાર્ટરમાં રહેતા 32 વર્ષીય યુવકને કોરોનાના લક્ષણો જણાતા તેને સારવાર અપાઈ હતી. આ અંગે તેણે પોતાનો રીપોર્ટ કઢાવતા કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે. ખેડા જિલ્લા આરોગ્યની ટીમે આ યુવકના સંપર્કમાં આવનાર તમામના રિપોર્ટ કરાયા છે. જોકે કોઈ ને કોઈ અસર નથી અને તકેદારીના ભાગરૂપે કરવામાં આવતી તમામ પ્રકારની કામગીરી હાથ ધરી છે.

ખાસ મહત્વની વાત એ છે કે દિવાળી બાદ ગુજરાતમાં કોરોનાના દર્દીઓ જોવા મળ્યા છે. નડિયાદમાં પણ છેલ્લા ઘણા દિવસથી એક પણ કેસ ન હતો પરંતુ આજે નડિયાદમાં એક દર્દી જોવા મળતા વહીવટીતંત્ર તેમજ આરોગ્ય તંત્ર ચિંતિત બન્યું છે. અગાઉ થોડા દિવસ પહેલા ઠાસરામાં એક દર્દી જોવા મળ્યો હતો. આમ ખેડા જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં બે દર્દીઓ કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. આ બંને દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે

ઉલ્લેખનીય છે કે કોરોનામાં સપડાવનાર યુવક ડોક્ટર હોવાનું આરોગ્ય તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ યુવક ગુજરાત બહાર ફરવા ગયા હતા ત્યાંથી આવ્યા બાદ તેમને શરદી ખાંસી ઉધરસ જણાતી હતી જેથી તેમના રીપોર્ટ કઢાવતા કોરોના આવ્યો હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...