તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:નડિયાદમાં યુવકને ઠમઠોરી બે ભાઇએ ધમકી આપી

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાનને બાઇક પર લઇ જઇ માર્યાની ફરિયાદ

નડિયાદના યુવાનને બાઇક પર બેસાડી લઇ જઇ બે ભાઇએ મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નડિયાદ શહેર પોલીસમથકમાં યુવકે ફરિયાદ નોંધાવી હતી. નડિયાદના પીજભાગોળ, બળીયાદેવના ખાંચામાં રહેતાં રામચંદ્ર ઉર્ફે કિશન દીલીપભાઇ તળપદા (ઉવ.22) ગત 25મીએ સેન્ટર સ્કવેર પાસે ઉભા હતા. ત્યારે નડિયાદમાં મોટીનહેર પાસે રહેતાં જગદીશ શનાભાઇ વાઘેલા તથા અશોક શનાભાઇ વાઘેલાએ બાઇક પર આવી ચાલ તારું કામ છે કહી બાઇક પર બેસાડી સીમા ફેક્ટરી પાસે લઇ ગયા હતા.

જ્યાં તેમની છોકરી જતી રહી હતી તે બાબતે પૂછતાછ કરતાં પોતે કંઇ જાણતો નહીં હોવાનું કહેતાં બન્ને ભાઇએ ઉશ્કેરાઇ જઇ રામચંદ્ર ઉર્ફે કિશન દીલીપભાઇ તળપદાને ઢીંકાપાટુનો માર મારી ઘરે કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્તને સારવાર અર્થે ઇમરજન્સી સેવા 108 મારફતે નડિયાદ દવાખાને ખસેડાયા હતા. આ અંગે નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો