ધરપકડ:નડિયાદમાં તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર શખ્સની ધરપકડ કરાઈ

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે મુખ્યસૂત્રધાર આરોપીને ઝડપી લીધો

નડિયાદમાં મજીપુરા રોડ પર આવેલા જવાહર નગરમાં રહેતા એક 16 વર્ષીય કિશોર સાથે નડિયાદમાં નારાયણ નગરમાં રહેતા જયકિશનલાલ લાલજાણી ઉર્ફે કાઉ અને નડિયાદ જય મહારાજ સોસાયટીમાં રહેતા કરણ કંસારા નામના બે વ્યક્તિઓએ આ કિશોર સાથે છેલ્લા લગભગ 8 માસથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતાં હોવાની ફરિયાદ ટાઉન પોલીસમાં નોંધાઈ જવા પામી છે.

પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ બન્ને વ્યક્તિઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પોલીસે ભારે જહેમત ઉઠાવી આજે મુખ્ય સૂત્રધાર આરોપી જયકિશનલાલ લાલજાણી ઉર્ફે કાઉને ઝડપી લીધો છે.

આ અંગે ટાઉન પોલીસે જણાવ્યું હતું કે, નડીયાદ ટાઉન નારાયણનગર, મંજીપુરા રોડ નજીક વિસ્તારમાં રહેતો જયકિશન ઉર્ફે કાઉ પ્રલાદભાઇ લાલજાણી નાએ એક સગીર બાળકને ગયા આઠેક માસથી અવાર નવાર છરો બતાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પ્રગતિનગર ખાતેની બિસ્માર હાલતના ફ્લેટની રૂમમાં તેમજ ધાબા ઉપર લઇ જઇ બાળક સાથે સૃષ્ટીવિરૂધ્ધનું કૃત્ય આચરતો હતો.

આ બાબતે ભોગબનનારના વાલીએ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને આવી ફરીયાદ નોધાવી હતી. પોલીસે વિવિધ ટીમો બનાવી આજે મુખ્યસૂત્રધાર આરોપીને પકડી પાડયો છે અને બીજાને પકડવા માટે પ્રયત્નો ચાલુ છે આવા બીજા કૃત્યો કોઇની સાથે કરેલ છે કે કેમ? તે દીશામાં આગળની તપાસ પોલીસે સાંધી છે.

અન્ય સમાચારો પણ છે...