તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:નડિયાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જુદા જુદા 15 ટ્રસ્ટના સભ્યો સાથે બેઠક મળી

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવનાર સમયમાં કયા પ્રકારના સેવાકાર્યો કરી શકાય તે વિષય પર પ્રકાશ પાડવામાં આવ્યો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ખેડા જિલ્લા સેવા વિભાગ દ્વારા તાજેતરમાં શ્રી માધવ સેવા ટ્રસ્ટ નડિયાદના પરિસરમાં ખેડા જિલ્લામાં આવેલ સેવાકાર્ય કરતા ટ્રસ્ટ સાથે બેઠક રાખવામાં આવી હતી.

આ બેઠકમા જિલ્લાના 15 ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી ને પોતાનો અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા સેવા કાર્યોની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત વિશેષ માર્ગદર્શન કરવા માટે શૈલેષ પટેલ ઉપસ્થિત રહયા હતા. શૈલેષભાઇ એ ટ્રસ્ટના કાર્યોની સરાહના કરી હતી અને આવનારા કપરા સમયમાં કેવા પ્રકારના સેવાકાર્યો માટે તૈયાર રહેવાનું છે તે માટેની જરૂરી માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું.

આ સાથે સાથે જિલ્લાના ટ્રસ્ટ પરસ્પર એકબીજા સાથે સંકલન કરીને સેવાકાર્યોની યોજના બનાવે તેવું સૂચન કર્યું હતું. આ બેઠક થી ટ્રસ્ટીગણમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને આવી બેઠક સમયાંતરે થાય અને માર્ગદર્શન મળી રહે તેવું સૂચન કરવામા આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...