તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • In Nadiad, A Live Electric Wire Fell On The Throbbing Paras Circle Due To Traffic, The Conductor Raised The Bus To Pass The ST.

બેદરકારી:નડિયાદમાં ટ્રાફિકથી ધમધમતા પારસ સર્કલ પર જીવતો વીજ વાયર પડ્યો, એસટી પસાર કરવા કન્ડક્ટરે વાસથી ઉંચો કર્યો

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદના ટ્રાફિકથી ધમધમતા પારસ સર્કલ પર શુક્રવારની સાંજે જીવતો વીજ વાયર તુટી પડ્યો હતો. જેને કારણે ટ્રાફિક જામ થયો હતો. આ બાબતે વીજ કંપનીને જાણ કરવા છતાં કોઇ ડોકાયું નહતું. દરમિયાન ત્યાંથી એસટી બસ પસાર કરવા કન્ડક્ટરે જીવના જોખમે આ વાયરને વાંસથી ઉંચો કર્યો હતો. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સમારકામના નામે સપ્તાહમાં એક દિવસ વીજ કાપ લાદવામાં આવે છે. પરંતુ તેની જોવા મળતી નથી. સામાન્ય વરસાદમાં પણ વીજ પુરવઠો ગુલ થઇ જાય છે, જ્યારે જીવતા વાયર પડવાના બનાવો સામાન્ય બની ગયાં છે.

અન્ય સમાચારો પણ છે...