તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:નડિયાદમાં વર્ષ દરમિયાન 5700 મા કાર્ડ ધારકો નોંધાયા, લોકડાઉનમાં અરજદારોની સંખ્યા ઘટી

નડિયાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક

નડિયાદમાં વસતાં જરૂરિયાતમંદ નાગરિકોને નિ:શુલ્ક આરોગ્યની સુવિધા સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા મા વાત્સલ્ય કાર્ડ, મા અમૃતમ કાર્ડ યોજના અમલી બનાવાઇ છે. નડિયાદ શહેરમાં વર્ષ 2020માં નવા અને રિન્યૂ મળી કુલ 5759 મા વાત્સલ્ય કાર્ડ નોંધાયા છે.

આ અંગે નડિયાદ તાલુકા હેલ્થ ઓફિસના બ્રિજેશ સોનીના જણાવ્યાનુસાર રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સુપર સ્પેશ્યાલિટી હોસ્પિ.માં સારવાર મળી રહે તે માટે મા કાર્ડ, મા અમૃતમ કાર્ડ, વગેરે તળે રૂ.5 લાખ સુધીની મર્યાદામાં અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ નક્કી કરાઇ છે. જેમાં નડિયાદની મહાગુજરાત હોસ્પિટલ (હ્રદયરોગ), ધર્મસિંહ દેસાઇ હોસ્પિ. (હ્રદયરોગ), શિવમ હોસ્પિટલ (ઓર્થોપેડિક), અમી હોસ્પિટલ (ઓર્થોપેડિક), નડિયાદ સિવિલ (જનરલ), એન.ડી.દેસાઇ હોસ્પિટલ (જનરલ)નો સમાવેશ થાય છે. જે મુજબ જરૂરતમંદોને કાર્ડ પુરા પાડવામાં આવે છે. વર્ષ 2020માં નડિયાદ શહેરના અરજદારોના 2561 નવા કાર્ડ કાઢવામાં આવ્યાં છે. જ્યારે 3198 લોકોએ કાર્ડને રિન્યૂ કરાવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો