કોરોના અપડેટ:નડિયાદમાં કોરોનાના 24 કેસ સાથે જિલ્લામાં નવા 34 કેસ નોંધાયા, ઓમિક્રોનનો 1 કેસ નોંધાયો

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 155 પર પહોંચી

રાજ્યની સાથે સાથે ખેડા જિલ્લામાં પણ કોરોનાના વધુને વધુ કેસો નોંધાતાં ફફડાટ ફેલાયો છે. નડિયાદમાં આજે વધુ 24 દર્દી સાથે જિલ્લામાં નવા 34 દર્દી નોંધાયા છે. જે બાદ એક્ટિવ કેસોની સંખ્યા વધીને 155 પર પહોંચી ચૂકી છે. આ ઉપરાંત એક ઓમિક્રોનના દર્દીનો સમાવેશ થાય છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં દિવસેને દિવસે સંક્રમણ વધી રહ્યું છે. આજે જે 34 કેસ નોંધાયા છે. આજે નોંધાયેલા કેસોની વિગતવાર વાત કરીએ તો નડિયાદમાંથી 24 ઠાસરામાંથી 3, વસોમાંથી 3 અને માતર અને ગળતેશ્વરમાં એક એક મળી કુલ 34 કેસો નોંધાયા છે. જે બાદ એક્ટિવ કેસોની સંખ્યા વધીને 155પર પહોંચી ચૂકી છે. આજે ઓમિક્રોનનો એક દર્દી પણ નોંધાયા છે. વળી અત્યાર સુધી લેવાયેલા સેમ્પલ પૈકી 1987 વ્યક્તિઓના પેન્ડીંગમાં રખાયા છે. બીજી બાજુ 15થી 18 વયના લોકોની રસીકરણની વાત કરવામાં આવે તો આજે કુલ 20 હજાર 391 લોકોને રસી અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...