તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેન્ડ ગ્રેબીંગ:મોંઘરોલીમાં બે શખસે નિવૃત્ત નાયબ મામલતદારની જમીન પચાવી પાડી

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નિવૃત્ત નાયબ મામલતદારે ફરિયાદ કરતા લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધાયો

નડિયાદના મોઘરોલીમાં રહેતા અને દોઢેક વર્ષ પહેલા નિવૃત્ત થયેલા નાયબ મામલતદારની જમીન પર છેલ્લા દોઢ દાયકાથી કબજો જમાવનાર બે શખસે સામે ગુનો નોંધાયો છે. આ શખસો નિવૃત્ત નાયબ મામલતદારના પિતા અને તેના પરિવારજનોને ધાક ધમકી આપતાં હતાં.

પ્રાપ્ત પોલીસસૂત્રો દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ મોઘરોલી ગામે રહેતા રણજીતસિંહ ગીરવતસિંહ સોલંકી સપ્ટેમ્બર,2019માં નાયબ મામલતદાર તરીકે નિવૃત્ત થયાં હતાં. તેમના પિતા 2014માં અવસાન પામ્યાં છે. મોઘરોલી ગામમાં તેમની જમીન આવેલી હતી. જે જમીન રણજીતસિંહના પિતાએ 1999માં રામાભાઈ શનાભાઈ સોલંકી (રહે. મોઘરોલી) પાસેથી રૂ.50 હજારમાં વેચાણ લીધી હતી. શરૂઆતમાં જમીનનો કબજો પણ પિતા પાસે હતો. જોકે, 2014ના રોજ અવસાન પામતા આ જમીનમાં રણજીતસિંહ અને તેમના ભાઈ પ્રવિણસિંહને વારસાઇમાં મળી હતી.

જોકે, આ જમીન પર આશરે 15 વર્ષથી દિનેશ અરજનભાઈ સોલંકી, અરવિંદ અરજનભાઈ સોલંકી (રહે.વાસતીયા તલાવડી વિસ્તાર, મોંઘરોલી)એ ગેરકાયદેસર રીતે કબજો જમાવી દીધો હતો અને જમીનમાં પ્રવેશવા દીધા નહતાં. આથી, આ અંગે લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ ફરિયાદ આપતાં ચકલાસી પોલીસે દિનેશ અરજનભાઈ સોલંકી અને અરવિંદ સોલંકી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો