કાર્યવાહી:મહુધાના રૂપપુરામાં મોબાઇલમાં ફોટો કેમ મૂકયો તેમ કહીં માર માર્યો

નડિયાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહુધા પોલીસે 4 ઇસમ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

મહુધા તાલુકાના રૂપપુરા ગામે મોબાઇલમાં ફોટો મૂકવા અંગે ઝઘડો થયો હતો.આ બનાવમાં બોલાચાલી ઉગ્ર બનતા મારામારીમાં પરિણમી હતી. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહુધાના રૂપપુરા નવા ફળીયામાં રહેતા લીલાબેન રાવળ ગત તા.13 ફેબ્રુઆરીના રોજ તેમના ઘરે હતા અને તેમનો દિકરો મીનાવાડા મંદિરે દર્શન કરવા માટે ગયો હતો.

તે સમયે મરીડા ગામના રાજુભાઇ, પરેશભાઇ, પ્રફુલભાઇ અને હેતભાઇ રીક્ષા લઇને લીલાબેનના ઘરે આવ્યા હતા. અને કહેલ કે તમારો દિકરો ક્યા ગયો, તેને મારી દિકરીનો ફોટો મોબાઇલ ઉપર મૂકયો છે તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા. જેથી લીલાબેને ગાળો બોલવાની ના પાડતા ચારેય વ્યક્તિઓ ઉશ્કેરાઇ ગયા હતા.

વળી તે સમયે રાજુભાઇ તેમના હાથમાં રહેલ પાઇપ લઇને આવી લીલાબેને શરીરે મારમાર્યો હતો. જેથી તેઓ જમીન ઉપર પડી જતા પરેશભાઇ, પ્રફુલભાઇ અને હેતભાઇએ ગડદાપાટુનો મારમાર્યો હતો. જેથી લીલાબેન બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવી વધુ મારમાંથી છોડાવ્યા હતા. ‌

એટલાથી ન અટકતા દિકરાને જીવતો નહી છોડીશુ તેવી ધમકી આપી રીક્ષામાં બેસી જતા રહ્યા હતા. આ બનાવ અંગે લીલાબેન મનુભાઇ રાવળે મહુધા પોલીસ મથકે હેતભાઇ રાજુભાઇ રાવળ, પ્રફુલભાઇ ગુ‌ણવંતભાઇ રાવળ, પરેશભાઇ ગુણવંતભાઇ રાવળ અને રાજુભાઇ જગાભાઇ રાવળ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...