તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોક્સો હેઠળ ગુનો:મહુધા તાલુકાના ગામમાં પસ્તી ભંગારવાળાએ 7 વર્ષીય બાળકી સાથે અડપલાં કર્યા

મહુધા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો, પોક્સો હેઠળ ગુનો નોંધાયો

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના એક ગામમાં સાત વર્ષિય બાળકીને અશ્લીલ શારીરિક અડપલાં મામલે પોક્સો હેઠળ ગુનો નોંધાતા ચકચાર મચી છે મહુધા તાલુકાના એક ગામમાં ધંધાર્થે પહોંચેલા પસ્તી ભંગારવાળાએ પોતાના ઘર પાસે વાડા પાસે કાંઈક શોધતી 7 વર્ષીય બાળા અશ્લીલ શારિરીક અડપલાં કર્યા હતા.બાળકી એ રોડકાકાળ મચાવતા ભડકી ઉઠેલ કમાંધ શખ્સ ભાગી છૂટ્યો હતો.જે બાબતે પીડિત બાળકીના પરિવારજનો દ્વારા મહુધા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસ દ્વારા પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાત વર્ષની બાળકી સાથે અડપલાં કર્યા
મહુધા તાલુકાના એક ગામમાં સાત વર્ષિય બાળકી પોતાની ઘરની બાજુમાં આવેલા વાડામાં પડી ગયેલી ગળામાં પહેરવાની ચેઈન શોધતી હતી. તે દરમિયાન ગામમાં ધંધો કરવા આવેલા સુનિલ દેવીપૂજક નામના પસ્તી ભંગારવાળાએ એકલી રહેલી બાળકી પાસે પહોંચ્યો હતો. જ્યાં તેણે બદઈરાદાથી બાળકીને મારે કંઈક જોવું છે તેમ કહી અડપલાં કર્યા હતા.જેને કારણે હબકી અને ડરી ગયેલી બાળકી દૂર ખસી જતા આરોપીએ બાળકીનું ટી શર્ટ પકડી જોરથી ખેંચતા ટી શર્ટ ફાટી ગયું હતું.

બાળકી રડવા લાગતા આરોપી ભાગ્યો
પીડિત બાળકી જોરશોરથી રડવા લાગતા આરોપી પોતાની ધંધાની રિક્ષા રોડની સાઈડમાં ગટરમાં નાંખી ભાગી છૂટ્યો હતો. જે મામલામાં બાળકીની માતા દ્વારા મહુધા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા મહુધા પોલિસ દ્વારા ઈપીકો કલમ 354 (એ)(1) તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી સુનિલ મફતભાઈ દેવીપૂજક,રહે.નડીયાદ ને ઝડપવા સહિતની કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો