સંગ્રામ પંચાયત:મહુધા તાલુકામાં 37 ગ્રામ પંચાયતમાંથી 19 માં સરપંચ પદ મહિલા માટે અનામત

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી દેવાઈ છે. આગામી તા.19 ડિસેમ્બર ના રોજ ચૂંટણી યોજાનાર છે. ત્યારે ખેડા જિલ્લાના મહુધા તાલુકાની 37 ગ્રામ પંચાયતોમંથી 19 પંચાયોતમાં મહિલાઓ માટે બેઠકો અનામત રખાઈ છે. સરપંચ ઉપરાંત 322 વોર્ડ સભ્યો માટે ચૂંટણી યોજાશે. જે માટે તંત્ર દ્વારા 93 મતદાન મથકો પર 480 મતપેટીઓ ની વ્યવસ્થા કરવામાં આવશે.

આ કામગીરી માટે 9 ચૂંટણી અધિકારી અને 9 મદદનીશ ચૂંટણી અધિકારી ફાળવવામાં આવ્યા છે. મહત્વની વાત છેકે 37 ગ્રામ પંચાયત માટે 39,577 પૂરૂષ મતદારો અને 37,109 સ્ત્રી મતદાર મળી કુલ 76,686 મતદારો મતદાન કરનાર છે. મહુધા તાલુકામાં વર્ષોથી કોંગ્રેસનું વર્ચસ્વ છે.

ત્યારે ખેડા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આ વખતે ગામડાઓમાં ભાજપ સમર્પિત સરપંચ અને સભ્યો વધુ ચૂંટાય તે માટે કવાયત હાથ ધરવામાં આવી છે. કોંગ્રેસે ગઢ જાળવી રાખવા અંદરખાને ખાટલા બેઠકો શરૂ કરી છે.

ચૂંટણી પંચ દ્વારા આ ચૂંટણી માટે નવા રોટેશનમાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે

  • અનુસૂચિત જાતિ મહિલા અનામત - (1 ગામ) મહિસા
  • અનુસિચિત આદિજાતિ સામાન્ય - (1 ગામ) અલીણા
  • સામાજિક શૈક્ષણિક પછાત મહિલા અનામત - (2 ગામ) બલાડી, હેરંજ
  • સામાજિક શૈક્ષણિક પછાત સામાન્ય અનામત - (2 ગામ) કડી, કપરૂપુર
  • ​​​​​બિન અનામત મહિલા - (16 ગામ) - બલોલ, ભુમસ, ડડુસર, ફલોલી-ખુર્દાબાદ, ફીણાવ, ખલાડી, ખાંડીવાવ, ખુંટજ, મહેમદાવાદના મુવાડા, મંગળપુર, મીનાવાડા, મીયાંપુર, મોટી ખડોલ, સરદારપુરા, સાસ્તાપુર, શેરી
  • બિન અનામત સામાન્ય - (16 ગામ) બગડુ, ચુણેલ, ધંધોડી, કૈયજ, મીરજાપુર, મુળજ, નગવાલ, નંદગામ, નાની ખડોલ, નિઝામપુર, પોરડા, રૂપપુરા, સણાલી, સાપલા, તોરણીયા, ઉંદરા,
અન્ય સમાચારો પણ છે...