તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મહેમદાવાદ ડીઝલ લેવા આવેલા વાંઠવાળીના ત્રણ મિત્રોને ઇકોએ અડફેટે લીધા, એકનું મોત

નડિયાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • બેકાબુ ઈકોએ રોડની સાઈડમાં બાઇક લઈને ઉભેલા ત્રણેય મિત્રોને ટક્કર મારી
 • મહેમદાવાદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

રાજયમાં રાત્રી દરમિયાન વાહન અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. મહેમદાવાદના સિહુંજ પાસે બેકાબૂ બનેલ ઈકો કારે ત્રણ મિત્રોને અડફેટે લીધા હતા. પેટ્રોલપંપ ઉપરથી ડીઝલ લઈને પરત આવતા આ ત્રણેય મિત્રોને અકસ્માત નડ્યો છે. જે પૈકી એક મિત્રનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે અન્ય બે લોકો સારવાર હેઠળ છે. મહેમદાવાદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રોડની સાઈડમાં ઉભેલા ત્રણેય મિત્રોને ઇકો કારે ટક્કર મારી
મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામે ગોકુળપુરા વિસ્તારમાં રહેતા ભેમસિંહ રમણભાઈ રાઠોડ ગત રાત્રે છુટક વાહનમાં બેસી પોતાના ઘરેથી સિહુંજ નજીકના પેટ્રોલપંપ ઉપર ડીઝલ લેવા આવ્યા હતા. મોડી રાતના એક વાગ્યાના અરસામાં દેવકીનંદન નજીક આવેલ પેટ્રોલપંપ ઉપર ડીઝલ લઈને રોડ ક્રોસ કરી પરત ઘરે જવા માટે તેઓ વાહનની રાહ જોઈ ઉભા હતા. આ સમયે તેમના ગામના બે મિત્રો પણ બાઇક લઇને ડીઝલ લેવા આવ્યા હતા. આ વખતે મહુધા તરફથી આવતી બેકાબુ ઈકો કારે રોડની સાઈડમાં ઉભેલા આ ત્રણેય મિત્રોને અડફેટે લીધા હતા.

સારવાર દરમિયાન એકનું મોત
બેકાબુ ઇકો કારે અડફેટે લેતાં ત્રણેય લોકો રોડ ઉપર પટકાતા શરીરે સખ્ત ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ગાડી ચાલક અને સ્થાનિકોએ ભેગા મળી ઘવાયેલા ત્રણેય મિત્રોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જ્યાં ભુપેન્દ્રભાઈ સોમાભાઈ તળપદા (ઉં. વ. 34)નું સારવારમાં મોત નીપજ્યું છે. જ્યારે ભેમસિંહ અને રામાભાઈ સારવાર લઈ રહ્યા છે. મહેમદાવાદ પોલીસે ભેમસિંહ રાઠોડની ફરિયાદના આધારે ઉપરોક્ત ગાડી ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો