તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રાસ:મહેમદાવાદના સોજાલીમાં 'જમવાનું બનાવતા નથી આવડતું' તેમ કહી સાસરિયાઓએ પરીણિતા પર ત્રાસ ગુજારતા પોલીસ ફરિયાદ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માનસિક ત્રાસ ગુજારી મારામારી કરતા પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ

ખેડા જિલ્લામાં મહિલાઓ પર અત્યાચારના બનાવો વધી રહ્યા છે. છેલ્લા પખવાડિયામાં મહિલાઓ પર ત્રાસ વર્તાવવાના ચોથો બનાવ સામે આવ્યો છે. મહેમદાવાદના સોજાલીમાં જમવાનું બનાવતાં નથી આવડતું તેમ કહી પરીણિતા પર તેના પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણીએ ત્રાસ આપી તેને ઘરની બહાર તગેડી મુકી છે. માટે પરીણિતાએ પોલીસનો સહારો લેવો પડ્યો છે. આ અંગે મહેમદાવાદ પોલીસ મથકે પરીણિતાએ ફરિયાદ નોંધાવી છે.

મહેમદાવાદ તાલુકાના સોજાલી ગામે રહેતા ઈશ્વર ચૌહાણના લગ્ન વર્ષ 2016માં જ્ઞાતિના રીતરિવાજ સાથે ખુમારવાડા ગામે રહેતા વૈશાલીબેન ડાભી સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન વૈશાલીબેને એક પુત્રને જન્મ આપ્યો હતો. જે હાલ ત્રણ વર્ષનો છે. થોડા સમય વીત્યા પરીણિતાના સાસુ, સસરા, જેઠ, જેઠાણીએ જમવાનું બનાવતાં નથી આવડતું તેમ કહી મ્હેણાં ટોણાં મારતાં હતા.

સાથે સાથે ઘરના કામ કાજ બાબતે પણ અવારનવાર તેણીની સાથે ઝઘડો કરતાં હતાં. આટલેથી વાત નહી અટકતાં તમામ લોકો પરીણિતાના પતિ ઈશ્વરને ખોટી રીતે ચઢામણી કરતાં હતા. જેથી ઈશ્વર પોતાની પત્ની સાથે અવાર નવાર મારઝૂડ કરતો હતો. આ સાથે તમામ લોકોએ પરીણિતાને સાસરીમાંથી કાઢી મૂકતાં પરીણિતા પોતાના પિતાના ઘરે રોકાવવા મજબુર બની છે.

આ અંગે પરીણિતાને ન્યાય મળે તે હેતુથી તેણીએ પોલીસના દ્વાર ખખડાવ્યા છે. વૈશાલીબેને પોતાના પતિ ઈશ્વર ચૌહાણ, સસરા ભરત ચૌહાણ, સાસુ લક્ષ્મીબેન ચૌહાણ, જેઠ સંજય ચૌહાણ અને જેઠાણી સરોજબેન ચૌહાણ વિરુદ્ધ મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 498 (A), 323, 505, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...