ભેદ ભાવે ઘર ઉજાળ્યું:મહેમદાવાદમાં ત્રણ દિકરીની માતાના કુખે પુત્ર ન અવતરતાં કકળાટ થયો, પરિણીતા પર સાસરિયાઓએ ત્રાસ ગુજારતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાના કૂખે જન્મેલી ત્રણ દિકરીઓના ભાવી પર સર્જાયો પ્રશ્નાર્થ
  • પીડીતાએ મહેમદાવાદ પોલીસ મથકે સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકમાં દિકરા-દિકરીના ભેદ ભાવે વસી વસાવેલા ઘરમાં આગ ચાંપી છે. 10 વર્ષના લગ્ન જીવનમાં પરિણીતાએ ત્રણ દિકરીઓને જન્મ આપતા તેણીના કૂખે દિકરાનો જન્મનો આગ્રહ રાખતા સાસરીયાઓએ પરિણીતા પર ત્રાસ વર્તાવતાં હતા. અંતે મામલો મહેમદાવાદ પોલીસ મથક પહોંચતા પરિણીતાએ પોતાના પતિ, સાસુ, જેઠ, જેઠાણી, નણંદ, કાકા સસરા અને તેમના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તો દિકરા-દિકરીના ભેદ ભાવમાં ત્રણ દિકરીઓના ભાવી પર પ્રશ્નાર્થ સર્જાયો છે.

કપડવંજ પંથકના એક ગામે રહેતી મુસ્લિમ યુવતીના લગ્ન વર્ષ 2011માં તેમના સમાજના રીતી રિવાજ મુજબ મહેમદાવાદ પંથકમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પરિણીતા પોતાની સાસરીમાં આવતાં તેણીને શરૂઆતના દિવસોમાં સાસરીયાઓએ સારી રીતે રાખેલ હતી. પરિણીતાને સારા દિવસો રહેતા તેણીના કૂખે ત્રણ દિકરી જન્મી હતી. જેમાં હાલ મોટી દિકરી 10 વર્ષની, તેનાથી નાની 5 વર્ષની અને તેનાથી નાની 2 વર્ષની પુત્રી છે.

આ બાદ વંશ વારસો આગળ વધારવા સાસરીયાઓ પરિણીતા પર દબાણ કરતાં અને તેણીના કૂખે દિકરાનો જન્મ થાય તેવો આગ્રહ રાખતાં હતા. જોકે આમ ન થતાં પરિણીતા પર ત્રાસ વર્તાવવામાં આવતો હતો. ઉપરાંત પરિણીતાના પતિને ખોટી ખોટી કાન ભંભરેણી કરતાં પતિ અવારનવાર દારૂ પી આવી પોતાની પત્ની સાથે નાની નાની બાબતોમાં ઝઘડો કરતો હતો. આ આપવીતી પરિણીતા પોતાના પિયરમાં રહેતી માતાને કરતાં તેમણે સમય જતા તમામ ઠીક થઈ જશે તેમ આશ્વાસન આપતા હતા.

ગયા રમઝાન માસમાં પરિણીતાના સાસુનું મૃત્યુ થતાં આ મરણોત્તર પ્રસંગમાં પીડીતાની માતા આવી હતી. આ દરમિયાન જેઠ, જેઠાણી, નણંદ, કાકા સસરા અને તેમના પુત્રએ ભેગા મળી પીડિતાના પતિની ચઢામણી કરતાં પતિએ પોતાની પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. ઉપરાંત પતિએ જાહેરમાં ત્રણ વાર તલ્લાક, તલ્લાક, તલ્લાક બોલતાં મામલો ગરમાયો હતો.

આ સમયે પીડીતાને તેના સાસરીયાઓએ તૂ અહીંયાથી નહી જાય તો તને જાનથી મારી નાખીશુ અથવા તો જીવતી સળગાવી દઈશું તેવી ધમકી આપી હતી. જેથી પરિણીતાએ પોતાના ત્રણ દિકરીઓ લઈને પોતાના પિયર મહેમદાવાદ ખાતે આવી હતી. આ બનાવ સંદર્ભે પરિણીતાએ પોતાના પતિ એઝાઝમીંયા મહેબુબમીંયા મલેક, જેઠ મુસ્તાકમીંયા મલેક, જેઠાણી સુહાનાબાનું મલેક (તમામ રહે.મહેમદાવાદ), નણંદ યાસ્મીનબાનું ફારૂકમીંયા મલેક (રહે. વડથલ, તા. મહુધા), કાકા સસરા બસીરમીંયા ઉમરાવમીંયા મલેક, સાસુ રૂકશાનાબાનું બસીરમીંયા મલેક અને કાકા સસરાનો પુત્ર મોહસીનમીંયા મલેક (તમામ રહે. મહેમદાવાદ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...