સબક:ખેડાના મહુધામાં યુવાને દારૂ પીને પોતાના ઘરે ધમાલ મચાવતાં તેના પિતાએ પોલીસના દ્વાર ખખડાવ્યા

નડિયાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પુત્ર સામે પિતાએ ફરિયાદ નોંંધાવી - Divya Bhaskar
પુત્ર સામે પિતાએ ફરિયાદ નોંંધાવી
  • દારૂડીયાએ પોતાની પત્ની અને પરિવાર સાથે ઝઘડો કરી તમાકુની ગુણોને આગ લગાડી
  • દારૂના રવાડે ચઢેલા પુત્રને સબક શીખવાડવા પિતાએ ફરિયાદ નોંધાવી

ખેડાના મહુધાના સાંકડીયાની મુવાડીમાં પરિણીત યુવકે પોતાના ઘરે જ દારૂ પી આવી ધમાલ મચાવી હતી. પોતાની પત્ની અને પરિવાર સાથે ઝઘડો કરી ઘરમાં મુકેલી તમાકુની ગુણોને આગ લગાડી નુકસાન કરતાં મહુધા પોલીસ મથકે કારસ્તાન આચરનાર દારૂડીયા વિરુદ્ધ તેના પિતાએ ફરિયાદ નોંધાવી છે.

મહુધા તાલુકાના અલીણા તાબેના સાંકડીયાની મુવાડી ગામે રહેતા રમેશ તળપદાએ દારૂ પી આવી પોતાના ઘરે જ ધમાલ મચાવી હતી. ગત 29મી માર્ચના રોજ રાતના 10 વાગ્યાના અરસામાં રમેશે દારૂ પી પોતાના ઘરે આવી પોતાની પત્ની અને પરિવાર સાથે ઝઘડો કર્યો હતો.

આ બાદ આક્રોશમાં આવેલ રમેશે ઘરની ઓસરીમાં પડેલી તમાકુની ગુણો પૈકી ચાર એક ગુણો લાવી આ ગુણોને આગ ચાંપી દીધી હતી અને રમેશે પોતાના પિતાને ધમકી આપી હતી કે જો તમે મને રૂપિયા નહીં આપો તો તમને જાનથી મારી નાખીશ. આ અંગે મહુધા પોલીસ મથકે કારસ્તાન આચરનાર રમેશ વિરુદ્ધ તેના પિતા વાસુદેવે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...