માંગમાં વધારો:ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ ચવાણાની માંગમાં ઉછાળો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારો હોલસેલના વેપારીઓ પાસે ભાવ કરતા સસ્તુ ચવાણું માંગે છે

ખેડા જિલ્લામાં 432 નગરપાલિકાની ચૂંટણી આગામી 19 ડિસેમ્બર ના રોજ યોજાનાર છે. જે માટેનો પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે. ત્યારે ઉમેદવારો મતદારોને રીઝવવા માટે સામ, દામ, દંડ, ભેદની નીતિમાં લાગી ગયા છે. ગ્રામ પંચાયતની ચૂંટણી હોય એટલે ચવાણાની માંગ વધે, ત્યારે આવી જ સ્થિતિ જિલ્લામાં ઠેર ઠેર જોવા મળી છે. ચવાણા નો હોલસેલ વેપાર કરતા વેપારીઓને ત્યા ઉમેદવારો દ્વારા હજ્જારો કિલો ચવાણા નું એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે. જેને લઈ ચવાણા ના વેચાણમાં અચાનક વધારો જોવા મળ્યો છે.

19 ડિસેમ્બરના રોજ મતદાન હોઇ, પ્રચાર પ્રસાર ના અંતિમ દિવસો નજીક આવી રહ્યા છે. આ દિવસોમાં ચૂંટણી પ્રચાર ચરમ સીમા પર પહોંચશે. ત્યારે ઉમેદવારો અને ટેકેદારો દ્વારા ચ્હા-નાસ્તા અને નાસ્તામાં ખાસ કરીને ચવાણાનો ઉપયોગ વધશે. ગ્રામ પંચાયતના ઈલેક્શનમાં ચવાણાનું વિતરણ સામાન્ય છે. ત્યારે એકલા નડિયાદ શહેરમાં જ હોલસેલ ચવાણાનું વેચાણ કરતા ત્રણ વેપારીઓ પૈકી પ્રત્યેક વેપારીને હાલ 500 કિલો થી વધારે ચવાણાના ઓર્ડર મળ્યા છે. વેપારીઓનું કહેવું છેકે આ તો એડવાન્સ બુકિંગ છે. હજુ નવા બુકીંગ આવવાના ચાલુ છે. અને છેલ્લી ઘડીની ઘરાકી હજુ આવશે.

અન્ય સમાચારો પણ છે...