• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • In Kheda District, With One More Case Of Omicron, 36 New Cases Of Corona Were Registered, The Number Of Active Cases Increased To 117.

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં ઓમિક્રોનનો વધુ એક કેસ સાથે કોરોનાના નવા 36 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 117 થઈ

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદમાં 27, માતરમાં 5, ગળતેશ્વરમાં 1, વસોમાં 2 અને ઠાસરા 1 કેસ સામે આવ્યો
  • નડિયાદ સિવિલ હોસ્પિટલમાં 4, ખાનગી હોસ્પિટલમાં એક તેમજ હોમ આઇસોલેશન હેઠળ 112 સારવાર હેઠળ

ખેડા જિલ્લામાં દિવસને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે કોરોનાના નવા 36 કેસ નોંધાયા છે. તેમજ વધુ એક ઓમિક્રોનનો પણ કેસ નોંધાયો છે. આ બાદ ખેડા જિલ્લામાં કોરોના સંક્રમિત કુલ એક્ટિવ કેસ 117 થયાં છે. છેલ્લાં થોડાં દિવસોથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.

નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં આજે કોરોના પોઝિટિવ કેસમાં વધુ 36 કેસ મળી આવતાં કોરોના પોઝિટિવનો કુલ આંક 117 પર પહોંચ્યો છે. આજે 327 સેમ્પલ તબીબી પરીક્ષણ માટે લેવામાં આવ્યા હતા. આ તમામના રિઝલ્ટ પેડીંગ રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી સુધીમાં કુલ 3311 ૫૨ સેમ્પલના પરીક્ષણ કરવામાં આવ્યા છે.

કોરોના વેક્સિનેશનની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે 59 સેશનમાં 3648ને રસીકરણ થતાં કુલ રસીકરણ 30,42,229 થયેલા છે. હાલમાં નડિયાદ સિવિલ હોસ્પિટલમાં 4 ,ખાનગી હોસ્પિટલમાં એક તેમજ હોમ આઇસોલેશન હેઠળ 112 સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. રવિવારે જે કેસ આવ્યા છે જેમાં નડિયાદમાં 27, ગળતેશ્વર તાલુકામાં એક, માતરમાં 5, વસોમાં 2 જ્યારે ઠાસરામાં કોરોના પોઝિટિવના 1 કેસ મળી આવ્યા છે. આમ ખેડા જિલ્લામાં આજે કોરોના પોઝિટિવના કુલ 117 એક્ટિવ કેસ થયા છે. આ સાથે ઓમિક્રોનનો પણ આજે એક કેસ નોંધાયો છે. જે બાદ કુલ 7 પોઝિટિવ કેસમાંથી 6ને રજા આપી દેવામાં આવતા એક દર્દી સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...