તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંતે રાહત મળી:ખેડા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટતા બગીચા, જીમ, રેસ્ટોરન્ટનો આજથી પ્રારંભ

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોએ અને વેપારીઓએ ગાઈડલાઈન્સનો અમલ કરવો પડશે

કોરોનાની મહામારીના કારણે ગુજરાત સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ મંદિરો, હોટલ રેસ્ટોરન્ટ ,જિમ અને બગીચા આજથી શરતોને આધિન શરૂ કરવામાં આવ્યા છે. જેને લઈ ખેડા જિલ્લામાં હોટલ, રેસ્ટોરન્ટ,જિમ સેન્ટરો આજથી શરૂ થયા છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં સરકારની ગાઈડ લાઇન સાથે આજે શુક્રવાર સવારથી જ શહેરના તમામ તાલુકા મથકોએ આવેલ જિમ સેન્ટરો શરૂ થતાં જિમ સેન્ટરમાં ફિટનેસ માટે આવતા લોકોનું ટેમ્પરેચર ચેક કરી હાથ સેનેટાઈઝ કરાવી બેચ વાઇસ પ્રવેશ અપાયો હતો.

તો જીલ્લાની તમામ નાની મોટી હોટલ અને રેસ્ટોરન્ટમાં આવતા લોકોને 50 ટકા સાથે સવાર 9 થી સાંજના 7 સુધીની ડાયનીંગમાં છુટ આપવામાં આવી છે. પરંતુ હોટલ સંચાલકોનું કહેવું એવું છે કે તેમનો ધંધો સાંજે 7 વાગ્યા બાદ જ ચાલુ થાય છે. તો આ સમયમાં થોડો વધારો થાય તેવી માંગણી ઉઠી છે. આમ અનલોક થતાં નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ઠપ્પ થયેલો વેપાર ધંધાને ફરીથી વેગ મળી રહ્યો છે. જોકે પ્રથમ દિવસે હોટલ સંચાલકો ગ્રાહકોની કાગડોળે રાહ જોઈ બેઠા હતા.

તો બીજી તરફ શહેરોમાં આવેલા બાગ બગીચાઓ પણ આજથી લોકો માટે ખુલ્લા મુકવામા આવતા લોકો હવે વોકીંગ, એક્સરસાઈઝ અને ફરવાની મજા લઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...