કોરોના:નડિયાદમાં 92 સાથે ખેડા જિલ્લામાં આજે કોરોનાના નવા 126 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 316 થઈ

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ પંથકમાં 92, ઠાસરા 11, માતર 9, વસો 5, મહેમદાવાદ 3, ગળતેશ્વર 2, ખેડા 2, કપડવંજ 1 અને કઠલાલમાં 1 કેસ સામે આવ્યો
  • 7971 વ્યક્તિઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યાં

ખેડા જિલ્લામાં કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. આજે વધુ 126 કેસો નોંધાયા છે. જે બાદ એક્ટિવ કેસોની સંખ્યા વધીને 316 પર પહોંચી ચૂકી છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોના તેની વણથંભી રફતારથી આગળ ધરી રહ્યો છે. આજે કોરોનાના વધુ 126 કેસો આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જેમાં નડિયાદ પંથકમાંથી 92, ઠાસરા પંથકમાંથી 11, માતર પંથકમાંથી 9, વસો પંથકમાંથી 5, મહેમદાવાદ પંથકમાંથી 3, ગળતેશ્વર પંથકમાંથી 2, ખેડા પંથકમાંથી 2, કપડવંજ પંથકમાંથી 1 અને કઠલાલ પંથકમાંથી 1 મળી કુલ 126 કેસો નોંધાયા છે. જે બાદ એક્ટીવ કેસોની સંખ્યા 316 પર પહોંચી ચૂકી છે.

જ્યારે આજે વધુ 2321 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે. એક્ટીવ કેસોમાં 304 વ્યક્તિઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. તો વળી કોરોનાના 12 દર્દીઓ નડિયાદ સિવિલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

રસીકરણની વાત કરવામાં આવે તો આજે 154 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં 3010 લોકોએ રસી મૂકાવી છે. સાથે સાથે 15થી 18 વર્ષનાં વય જૂથના રસીકરણમાં ગળતેશ્વર તાલુકામાં 203, કપડવંજ તાલુકામાં 255, કઠલાલ તાલુકામાં 91, ખેડા તાલુકામાં 221, મહુધા તાલુકામાં 69, માતર તાલુકામાં 306, મહેમદાવાદ તાલુકામાં 438, નડિયાદ તાલુકામાં 0, ઠાસરા તાલુકામાં 55 અને વસો તાલુકામાં 113 મળી આજે કુલ 1751 લોકોનું રસીકરણ થયુ છે.

આ સાથે 60+ વયના કોમોર્બીડીટી ધરાવતા સીટીઝન 3548, હેલ્થ કેર વર્કર 3337 અને ફ્રન્ટ લાઇન વર્કર 1089 મળી કુલ 7971 પ્રિકોશન ડોઝની ખેડા જિલ્લામાં સાંજના સાડા પાંચ વાગ્યા સુધી કામગીરી હાથ ધરવામાં આવી હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે.

અન્ય સમાચારો પણ છે...