રવિ પાક:ખેડા જિલ્લામાં હજુ 20 હજાર ઉપરાંત હેક્ટરમાં ઘઉંનું વાવેતર થવાની શક્યતા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તમાકુનું રોપણી ગયા વર્ષ કરતા આ વર્ષે વધુ થશે : રાઈડાની વાવણીમાં ખૂબ મોટો ઉછાળો

ખેડા જિલ્લામાં રવિ પાકમાં કરાતી મુખ્ય વાવણીમાં ઘઉં, તમાકુ અને રાઈડાનો સમાવેશ થાય છે. રાયડાનું વાવેતર ઓછુ થાય છે, પરંતુ આ વખતે તેમાં પણ મોટો ઉછાળો આ‌વ્યો છે. તમાકુનું વાવેતર પણ ગયા વર્ષની સાપેક્ષે વધવાનો અંદાજ છે. ગયા વર્ષની સરખામણીએ હજુ ઘઉંનું વીસેક હજાર હેક્ટર ઓછુ વાવેતર છે, જે હજુ જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહ સુધી સરભર થઈ જવાની સંભવનાઓ છે. રવિ પાકમાં ખેડા જિલ્લો મુખ્યત્વે ઘઉં પર નિર્ભર છે.

ત્યારે ગયા વર્ષે કુલ 75 હજાર હેક્ટર ઉપરાંત જમીનમાં ઘઉંની વાવણી થઈ હતી. ચાલુ વર્ષે અત્યાર સુધી 53 હજાર ઉપરાંત હેક્ટરમાં ઘઉંનું વાવેતર પૂર્ણ થઈ ગયુ છે. મહિના પહેલા પડેલા કમોસમી વરસાદના કારણે સપ્તાહ જેટલા સમય સુધી વાવેતર બંધ રહેતા હજુ વાવેતર આંક ઓછો દેખાઈ રહ્યો છે. જો કે, હવે વાવેતરમાં તેજી ‌આ‌વી હોવાથી ચાલુ સિઝનમાં ગયા વર્ષ જેટલી વાવણીનો ટાર્ગેટ પૂર્ણ કરવામાં બીજા પંદરેક દિવસ થાય તેવી શક્યતાઓ છે.

બીજીતરફ ગયા વર્ષે રવિ સિઝનમાં રાઈડાની માત્ર 782 હેક્ટરમાં વાવણી થઈ હતી. જેમાં આ સિઝનમાં ખાસ્સો ઉછાળો થયો છે. અત્યાર સુધી જિલ્લામાં 2514 હેક્ટર જમીનમાં રાઈનું વાવેતર થયુ છે. ઉપરાંત રોકડીયા પાક તરીકે ખેડૂતો તમાકુની રોપણી કરતા હોય છે, ત્યારે ગયા વર્ષે 28 હજાર હેક્ટરમાં વાવણી થયા બાદ ચાલુ વર્ષે 26 હજાર હેક્ટરમાં તમાકુ રોપાઈ ગઈ છે. તેમજ આગામી દિવસોમાં હજુ પણ રોપણી વધતા ગયા વર્ષ કરતા તમાકનું વાવણી વધવાની શક્યતાઓ છે.

ચાલુ વર્ષે ખેડા જિલ્લામાં તાલુકાવાર ઘઉં, તમાકુ અને રાઈડાનું નોંધાયેલું વાવેતર

તાલુકોઘઉંતમાકુરાઈડો
ગળતેશ્વર777332500
કપડવંજ3250351740
કઠલાલ374237941
ખેડા1107085448
મહેમદાવાદ14675864235
મહુધા5210324160
માતર181101502040
નડિયાદ94002105221
ઠાસરા5280603170
વસો4020543680
અન્ય સમાચારો પણ છે...