તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં આજે નવા 171 કેસ, જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા હજી પણ 1200ને પાર

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે જિલ્લામાં 7,476 લોકોને રસી આપવામાં આવી

ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 171 કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે. જે સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 8151 એ પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે. તેમાં નડિયાદ 106, મહુધા 20, વસો 18, માતર 7, મહેમદાવાદ 6, કઠલાલ 5, ઠાસરા 5 અને કપડવંજ 4 મળી કુલ 171 કેસ એકજ દિવસમાં નોંધાયા છે.

આજે સમગ્ર જિલ્લામાં કુલ 928 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 107940 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં 94324 લોકોના નેગેટિવ અને 8151 લોકોના પોઝેટીવ નોંધાયા છે. ત્યારે 1162 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આજે 150 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં 7,476 લોકોને રસી અપાઈ છે. આજ દિન સુધીમાં 4, 30,558 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

સમગ્ર જિલ્લામાં હોસ્પિટલની સ્થિતિ જોઈએ તો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી 160, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખેડામાં દાખલ દર્દી 40, એન. ડી. દેસાઈ મેડીકલ હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 142, મહાગુજરાત હોસ્પિટલ નડિયાદમાં દાખલ દર્દી 37, ચરોતર હોસ્પિટલ માતરમાં દાખલ દર્દી 6, નર્સીગ કોલેજ નડિયાદમાં દાખલ દર્દી 30, સારવાર આરોગ્ય કેન્દ્ર ઠાસરામાં દાખલ દર્દી 15, સારવાર આરોગ્ય કેન્દ્ર કપડવંજમાં દાખલ દર્દી 24, સારવાર આરોગ્ય કેન્દ્ર મહેમદાવાદમાં દાખલ દર્દી 25, સારવાર આરોગ્ય કેન્દ્ર વસોમાં 7, સારવાર આરોગ્ય કેન્દ્ર નવાગામમાં દાખલ દર્દી 1, સી. જી. જનરલ હોસ્પિટલ ઉત્તરસંડામાં દાખલ દર્દી 8 છે.

તો સ્વામીનારાયણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં દાખલ દર્દી 27, સી. સી. સી નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં દાખલ દર્દી 17, સી. સી. સી. કોમ્યુનિટી હોલ થર્મલમાં દાખલ દર્દી 28, સી.સી. સી. જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલમાં દાખલ દર્દી 5, આરોગ્ય ધામ ડાકોરમાં દાખલ દર્દી 6, યાત્રિક ભૂવન વડતાલમાં દાખલ દર્દી 15, ડી. એ. એન્જીનીયરીંગ કોલેજ મહેમદાવાદમાં દાખલ દર્દી 0, પામ ગ્રીન ક્લબ ગોબલજમાં દાખલ દર્દી 8, અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીઓ 317, હોમ આઇસોલેશન 322 દર્દીઓ મળી કુલ 1240 એક્ટીવ કેસો છે.

મુસ્લિમ બિરાદરોએ હિન્દુ મૃતકના અંતિમ સંસ્કાર કર્યા

કોરોનાના કપરા કાળમાં પ્રકૃતિ નાગરિકોની તમામ પરીક્ષાઓ લઈ રહી છે. આ પરીક્ષામાં ભાઈચારાની અનેક મિશાલો જોવા મળી છે. આજે નડિયાદમાં રિટાયર્ડ આર્મી જવાનના પિતાનું કોરોનાના કારણે નડિયાદ સિવિલમાં અવસાન થતા તેમના પુત્રએ ચિશ્તીયા ફાઉન્ડેશન ચલાવતા સોહિલભાઈ રઢુવાળાનો સંપર્ક કર્યો હતો. સોહિલભાઈએ પોતાના ફાઉન્ડેશનના સભ્યોને સાથે લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી મૃત્યુ પામેલા મહેન્દ્રસિંહ ચૌહાણના મૃતદેહને નડિયાદના જી.આઈ.ડી.સી.માં આવેલા કોરોના સ્મશાનગૃહમાં લાવી હિન્દુ રીતરીવાજ મુજબ અંતિમ સંસ્કાર કરી ભાઈચારાની મિશાલ રજૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...