તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:ખેડા જિલ્લામાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો, 5માં દિવસે 246 ફોર્મ ભરાયાં

નડિયાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • નડિયાદ નગર પાલિકામાં 86 ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા

ખેડા જિલ્લામાં પાંચ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના ઉમેદવારોએ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં નગરપાલિકાની ચૂંટણીમાં પાંચમા દિવસે 246 ફોર્મ ભરાયા હતા. જ્યારે જિલ્લામાં 8 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં આજે પાંચમા દિવસે 373 ફોર્મ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.ખેડા જિલ્લા સહિત રાજ્યમાં નગરપાલિકા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી જાહેર થવાની સાથે જ રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં ટીકીટની ફાળવણી અને કદ પ્રમાણે ગત ટર્મના નગરસેવકોને વેતરી નાખી ટીકીટ નહીં આપવાનો મામલો જગબત્રીસીએ ચડ્યો છે.

દરમિયાનમાં આજે ફોર્મ ભરવાના પાંચમા દિવસે ખેડા જિલ્લાની નડિયાદ, કપડવંજ, કણજરી, કઠલાલ, ઠાસરા મળી પાંચ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ 246 ફોર્મ ભરાયા હતા. જેમાં નડિયાદ નગરપાલિકાની ચૂંટણીમાં 86 ફોર્મ, કપડવંજ પાલિકાની ચૂંટણીમાં 52, કણજરી પાલિકામાં 24, કઠલાલની ચૂંટણીમાં 43 અને ઠાસરા નગરપાલિકાની ચૂંટણીમાં 41 ઉમેદવારોએ ફોર્મ ભરતાં કુલ 246 ફોર્મ ભરવામાં આવ્યાં હતા.તેવી જ રીતે, ખેડા જિલ્લાની 8 તાલુકા પંચાયતમાં આજે પાંચમા દિવસે કુલ 373 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતા.

જેમાં નડિયાદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં 49, ખેડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં 48, માતરમાં 47, મહેમદાવાદ તાલુકા પંચાયતમાં 46, મહુધા તાલુકા પંચાયતની ચૂંટણીમાં 43, ઠાસરા તાલુકા પંચાયતમાં 56, વસો ચૂ઼ટણીમાં 45 અને ગળતેશ્વર તાલુકા પંચાયતની ચૂંટણીમાં 39 ઉમેદવારોએ ફોર્મ ભરીને ઝંપલાવ્યું હતુ. આમ, ખેડા જિલ્લામાં ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો